WI vs SA Turning Point: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024માં આજે એટલે કે 24મી જૂનના રોજ મેજબાન વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રીકા વચ્ચે સુપર 8નો મહામુકાબલો થયો. કરો યા મરોવાળી આ મેચમાં દક્ષિણ આફ્રીકા જીતવામાં સફળ રહી. ટીમ હવે સીધી સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડ  કપમાંથી બહાર થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ ટોસ હાર્યું અને પહેલા બેટિંગ કરતા 8 વિકેટ પર 135 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં મેચ શરૂ થયા બાદ વરસાદ પડ્યો, જેના કારણે દક્ષિણ આફ્રીકાને પછી 17 ઓવરમાં જીત માટે 123 રન કરવાના હતા. આફ્રીકાએ છેલ્લી ઓવરમાં 3 વિકેટ બાકી હતી અને આ રોમાંચક મેચ ડીએલએસ મેથડના કારણે પોતાના નામે કરી લીધી. હવે એ પળ વિશે ખાસ જાણો જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ આ મેચ ગુમાવી બેઠું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચનો જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ
વાત જાણે એમ છે કે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 18મી ઓવર દક્ષિણ આફ્રીકા તરફથી અનુભવી ફાસ્ટ બોલર કગિસો રબાડા નાખવા આવ્યો હતો. રબાડાની ઓવરના પહેલા બોલ પર અકીલ હુસૈન સ્ટ્રાઈક પર હતો. હુસૈને શોર્ટ થર્ડ તરફ શોટ રમ્યો. પરંતુ ત્યાં એનરિખ નોર્ખિયા હાજર હતો. નોન સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા તોફાની હિટર આંદ્રે રસેલે એક રન માટે કોલ આપ્યો. હુસૈન રસેલના કોલથી ભાગ્યો. પરંતુ રસેલ પોતે ડેન્જર એન્ડ પર હતો. તેણે ફરીથી કોલ આપ્યો અને દોડ્યો. એનરિખ નોર્ખિયાના ડાઈરેક્ટ થ્રોથી રસેલ બચી શક્યો નહીં અને થોડા અંતરથી રન આઉટ થઈ ગયો. 


રસેલ સારા ટચમાં જોવા મળ્યો હતો. રન આઉટ થતા પહેલા તેણે 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. જો કે તે 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો. જો તે રન આઉટ ન થયો હોત તો વેસ્ટ ઈન્ડિઝ 150 કે તેનાથી વધુ રન કરી શકે તેમ હતી. તેના આઉટ થતાની સાથે જ મેચનું પાસું પલટાઈ ગયું. સ્ટાર ઓલરાઉન્ડર આઉટ થતા જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 18 રન જ જોડી શકી. 17મી ઓવરના છેલ્લા બોલે અકીલ હુસૈને સિંગલ રન લીધો હતો. રસેલ ઈચ્છત તો તે સિંગલ લેવા માટે ના પાડી શક્યો હોત અને અનુભવી બેટર હોવાના નાતે સ્ટ્રાઈક  પોતાની પાસે રાખી શક્યો હોત. પરંતુ તેણે આવું ન કર્યું. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by ICC (@icc)


સામે છેડે બીજી ઈનિંગમાં આટલા ઓછા રન કરવામાં પણ દક્ષિણ આફ્રીકાના હવા ટાઈટ થઈ ગઈ હતી. જેમ તેમ કરીને દક્ષિણ આફ્રીકા આ મેચ જીતવામાં સફળ રહ્યું. એક સમય તો એવો પણ આવ્યો કે એવું લાગતું હતું કે વેસ્ટ ઈન્ડિઝ આ લો સ્કોરિંગ મેચ જીતી જશે. રોસ્ન ચેઝે પોતાના જાદુઈ સ્પેલથી મેચ પલટી હતી. તેણે 3 ઓવરમાં ફક્ત 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. ચેઝે ડેવિડ મીલર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેશવ મહારાજને આઉટ કર્યા હતા. જો કે આમ છતાં તેની મહેનત પર પાણી ફરી વળ્યું અને વેસ્ટ ઈન્ડિઝ રોમાંચક મેચ હાર્યું અને આ સાથે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.