Australia Semi Final Qualification Scenario: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના સેન્ટ લૂસિયામાં આજે સુપર 8 મુકાબલો રમાઈ રહ્યો છે. હાલ ભારત તાબડતોડ રનનો વરસાદ  કરી રહ્યો છે. આ મેચમાં જ્યાં ભારતીય ટીમ જીતવા માટે તનતોડ મહેનત કરીને ઓસ્ટ્રેલિયા જોડે પોતાનો જુનો હિસાબ ચૂકતે કરવા માંગતી હશે ત્યાં બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પણ જીતવાની પૂરી કોશિશ કરશે. મેચનું પરિણામ શું આવશે તે હજુ કહી શકાય નહીં. પરંતુ જે સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા ઓસ્ટ્રેલિયાનું ટેન્શન થોડું વધેલું છે. કારણ કે જો મેચમાં હાર મળે તો સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું મુશ્કેલ બની જાય. જો કે સફર ખતમ થાય એવું નથી. આ મેચમાં જો ઓસ્ટ્રેલિયા હારે તો પણ કેવી રીતે ક્વોલિફાય કરી શકે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હારશે તો પણ રહેશે તક
જો ઓસ્ટ્રેલિયા ભારત સામે આજની મેચ હારે તો તેની પાસે 2 અંક રહી જશે. હાલ ઓસ્ટ્રેલિયા પાસે 0.2323ની નેટ રન રેટ છે. આ મેચમાં હાર બાદ તેની પાસે 2 અંક અને નેગેટિવ રનરેટ રહી જશે. આમ છતાં તેની પાસે એક તક રહેશે. ઓસ્ટ્રેલિયાએ આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં બાંગ્લાદેશ ઓછામાં ઓછા અંતરથી મેચ જીતે. 



બાંગ્લાદેશ ઓછા અંતરથી જીતે મેચ
તેનાથી અફઘાનિસ્તાન પાસે 2 અંક અને ઓસ્ટ્રિલયા કરતા નેટ રનરેટ ઓછી થઈ જશે પરંતુ બાંગ્લાદેશ જો આ મેચમાં વધુ અંતરથી જીત મેળવી લે તો તેના પણ સેમીફાઈનલમાં પહોંચવાના ચાન્સ બને. હાલ અફઘાનિસ્તાન પાસે 2 અંક અને -0.650 રન રેટ છે. જ્યારે બાંગ્લાદેશ પાસે 0 અંક અને -2.489ની રન રેટ છે. બાંગ્લાદેશે સેમીફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાન વિરુદધ મોટા અંતરે જીત મેળવવી પડશે. જો કે તેનું જે રીતનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે તે જોતા બાંગ્લાદેશ ઓછા અંતરથી જીતીને ઓસ્ટ્રેલિયાનું કામ કદાચ કરી શકે.