AFG vs PNG: અફઘાનિસ્તાન આન, બાન, શાનથી સુપર-8માં પહોંચી ગયું, આ ધૂરંધર ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર
અફઘાનિસ્તાને પાપુઆ ન્યૂ ગિનીને 7 વિકેટથી હરાવીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું. અફઘાનિસ્તાન ગ્રુપ સીમાં પોઈન્ટ ટેબલમાં નંબર 1 છે. તેણે અત્યાર સુધીમાં રમાયેલી ત્રણેય મેચમાં જીત મેળવી છે. હવે તેની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. જે પહેલેથી જ સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.
અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડ કપની સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. જ્યારે એક ધૂરંધર ટીમ બહાર થઈ ગઈ. અફઘાનિસ્તાને પાપુઆ ન્યૂ ગિનીને 7 વિકેટથી હરાવીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું. અફઘાનિસ્તાન ગ્રુપ સીમાં પોઈન્ટ ટેબલમાં નંબર 1 છે. તેણે અત્યાર સુધીમાં રમાયેલી ત્રણેય મેચમાં જીત મેળવી છે. હવે તેની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. જે પહેલેથી જ સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.
આ ટીમ થઈ બહાર
અફઘાનિસ્તાનની જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે. અફઘાનિસ્તાન ટી20 વર્લ્ડ કપના ગ્રુપ સીમાં છે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે સુપર 8 માટે ક્વોલિફાય કરી લીધુ છે. જ્યાર યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની અને ન્યૂઝીલેન્ડ એલિમિનેટ થઈ ગયા છે.
95 રન પર સમેટાઈ પાપુઆ ન્યૂ ગિનીની ટીમ
આજની મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝના ટ્રિનિદાદમાં બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 19.5 ઓવરમાં જ ઠૂસ થઈ ગઈ. પાપુઆ ન્યૂ ગિની તરફથી વિકેટકિમપર કિપલિન ડોરિગાએ સૌથી વધુ 27 રન કર્યા. આ સિવાય કોઈ પણ બેટર કઈ ખાસ ઉકાળી શક્યા નહીં અને ટીમ 95 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ.
અફઘાનિસ્તાનની ઈનિંગ
અફઘાની ટીમ તરફથી ફઝલહક ફારુકીએ 3 વિકેટ લીધી જ્યારે નવીન ઉલ હકે 2 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે પણ એક બેટરને આઉટ કર્યો. પાપુઆ ન્યૂ ગિનીના 4 બેટ્સમેન રન આઉટ થયા. 96 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાની ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. ઓપનર ઇબ્રાહિમ જાદરાન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો પંરતુ ગુલબદીન નૈબે અણનમ 49 રન કરતા ટીમે 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો. ગુલબદીને છગ્ગો મારીને જીત અપાવી.
અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધી ગ્રુપમાં અજેય રહી છે. ત્રણેય મેચો જીતી છે. પહેલી મેચમાં યુગાન્ડા પર 125 રનથી જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ જેવી ધરખમ ટીમને 84 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો પહેલી મેચ અફઘાનિસ્તાન સામે હાર્યું જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 13 રનથી હાર્યું. આવામાં ન્યૂઝીલેન્ડની ટીમનું સુપર 8માં જવાનું સપનું પણ રોળાઈ ગયું.