બાર્બાડોસઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2024ની ફાઈનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. પરંતુ જેમ-જેમ કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલ નજીક આવે છે. તેમ-તેમ ફેન્સના મનમાં તે સવાલ ઉઠે ઠે કે ટૂર્નામેન્ટની પ્રાઇઝ મની કેટલી છે. કે વિનર્સ અથવા રનર્સ અપવાળી ટીમને કેટલા રૂપિયા મળશે. જે બંને ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે તેને કેટલાક રૂપિયા મળશે. તમને જણઆવી દઈએ કે આ વખતે આઈસીસીએ ટી20 વિશ્વકપ માટે રેકોર્ડ પ્રાઇઝ મની રાખી છે. આજ સુધી ટૂર્નામેન્ટની એક એડિશનમાં આટલી પ્રાઇઝ મની રાખવામાં આવી નથી. આવો જાણીએ ટી20 વિશ્વકપ જીતનારી, રનર્સ અપ, સેમીફાઇનલિસ્ટ, સુપર 8માં બહાર થનાર ટીમોને કેટલા રૂપિયા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી છે 2024 ટી20 વિશ્વકપની પ્રાઇઝ મની?
આઈસીસીએ ટી20 વિશ્વકપ 2024ની ટોટલ પ્રાઇઝ મની 11.25 મિલિયન યૂએસ ડોલર રાખી છે એટલે કે 93.51 કરોડ રૂપિયા. જે ટીમ આ ટી20 વિશ્વકપ જીતશે તેના પર પૈસાનો વરસાદ થશે. આજ સુધી ટી20 વિશ્વકપ જીતનારી ટીમને આટલા રૂપિયા મળ્યા નથી. આઈસીસીએ જાહેરાત કરી છે કે 2024 ટી20 વિશ્વકપ જીતનારી ટીમને 2.45 મિલિયન યુએસ ડોલર (20.36 કરોડ રૂપિયા) ની ઇનામી રકમ આપવામાં આવશે. નોંધનીય છે કે આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળે છે. રનર્સ અપને 1.28 મિલિયન યુએસ ડોલર (10.64 કરોડ રૂપિયા) મળશે.


સેમીફાઇનલિસ્ટ અને સુપર 8માં પહોંચનારી ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે. સેમીફાઈનલ સુધી પહોંચનારી ટીમને 787,500 યુએસ ડોલર (6.54 કરોડ રૂપિયા) ઇનામના રૂપમાં મળશે. આ સિવાય સુપર-8 સુધી પહોંચનાી ટીમોને 
382,500 યુએસ ડોલર (3.17 કરોડ રૂપિયા) મળશે. તો 9થી 12માં સ્થાન સુધી રહેનારી ટીમને 247,500 યુએસ ડોલર (2.05 કરોડ રૂપિયા) મળશે. એટલું જ નહીં 13થી 20માં સ્થાન પર રહેનારી ટીમને પણ પૈસા મળશે. તેને 222,000 યુએસ ડોલર (1.87 કરોડ રૂપિયા) આપવામાં આવશે.


કોને કેટલી પ્રાઇઝ મની મળશે


ટીમ રકમ
વિજેતા 20.36 કરોડ રૂપિયા
રનર્સ અપ 10.64 કરોડ રૂપિયા
સેમીફાઇનલિસ્ટ 6.54 કરોડ રૂપિયા
સુપર-8 સુધી પહોંચનારી ટીમો 3.17 કરોડ રૂપિયા
9 થી 12મી પોઝિશનવાળી ટીમો 2.05 કરોડ રૂપિયા
13 થી 20 પોઝિશનવાળી ટીમો 1.87 કરોડ રૂપિયા