T20 World Cup 2024 Semi-Finalist Prediction: આઈસીસી ટી20 વિશ્વકપ 2024 બે જૂનથી શરૂ થશે. ટૂર્નામેન્ટની નવમી એડિશન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાની છે. વિશ્વકપ શરૂ થતા પહેલા એક્સપર્ટ અને પૂર્વ ક્રિકેટરો સતત પોતાનો મત વ્યક્ત કરી રહ્યો છે. તો હવે સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારા સહિત 10 પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ ટી20 વિશ્વકપની સેમીફાઇનલિસ્ટ ટીમોને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. ભારતના મહાન બેટર ગાવસ્કરનું માનવું છે કે ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ લારાએ પોતાના લિસ્ટમાં એક ચોંકાવનારૂ નામ રાખ્યું. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટનને લાગે છે કે અફઘાનિસ્તાન ટીમ પણ સેમીફાઈનલમાં એન્ટ્રી કરી શકે છે. તેમણે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ સિવાય અફઘાનિસ્તાનને સામેલ કર્યું છે. સ્ટાર સ્પોર્ટ્સના શોમાં દરેક દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી પ્રબળ દાવેદાર ગણાવી છે. નવ એક્સપર્ટે ઈંગ્લેન્ડ તો આઠે ઓસ્ટ્રેલિયાને પોતાના પસંદગીના લિસ્ટમાં સામેલ કર્યું છે. પાકિસ્તાન અને સંયુક્ત યજમાન વેસ્ટ ઈન્ડિઝને માત્ર ત્રણ-ત્રણ દિગ્ગજોએ પસંદ કરી છે. નોંધનીય છે કે આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો રમવાની છે.


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાના ખેલાડીનો મોટો નિર્ણય, દેશ છોડવાની જાહેરાત, વોર્નર સાથે કરતો ઓપનિંગ


સુનીલ ગાવસ્કરઃ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ


બ્રાયન લારાઃ ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન


અંબાતી રાયડૂઃ ભારત, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા


મોહમ્મદ કેફઃ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન


પોલ કોલિંગવુડઃ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ


ક્રિસ મોરિસઃ ભારત, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા


મેથ્યૂ હેડનઃ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન


આરોન ફિંચઃ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા


ટોમ મૂડીઃ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા


ભારતે લીગ રાઉન્ડની મેચ અમેરિકામાં રમવાની છે. ભારત એક જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમશે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 5 જૂને પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 9 જૂને પાકિસ્તાન સામે ટક્કર થશે. ભારતીય ટીમ 2013 બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. 


ટી20 વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ આયર્લેન્ડ- 5 જૂન ન્યૂયોર્કમાં
ભારત વિરુદ્ધ પાકિસ્તાન- 9 જૂન ન્યૂયોર્કમાં
ભારત વિરુદ્ધ યુએસએ- 15 જૂન ન્યૂયોર્કમાં
ભારત વિરુદ્ધ  કેનેડા- 15 જૂન ફ્લોરિડામાં