T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ગુરુવારે રમાયેલી ટી 20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનને 47 રનથી પછાડ્યું. ટીમ ઈન્ડિાની હાલની આ ટી20 વર્લ્ડકપમાં ચોથી જીત હતી. જો કે આમ છતાં એક વાત ખુબ ચિંતા ઉપજાવનારી છે અને તે  છે એક ધૂરંધર ઓલરાઉન્ડરનું ફોર્મ. જે ટી 20 વર્લ્ડ કપ 2024માં 4 મેચ રમીને પણ કશું ઉકાળી શક્યો નથી. આ ખેલાડી હજુ સુધી 4 મેચ રમીને પણ ફક્ત 7 જ રન કરી શક્યો છે અને માત્ર એક જ વિકેટ મળી છે. આ ખેલાડીનું આવું ફોર્મ ટીમ માટે મોટી ચિંતાનું કારણ બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમની નબળી કડી બન્યો ખેલાડી?
આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ આપણો ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે. જેને હાલ રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં 4 મેચોમાં ફક્ત 2 જ વખત બેટિંગની તક મળી છે. રવિન્દ્ર જાડેજા 9 જૂને પાકિસ્તાને સામે રમાયેલી મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો અને પહેલા જ બોલે ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો. રવિન્દ્ર જાડેજાને આયરલેન્ડ અને અમેરિકા વિરુદ્ધ મેચમાં રમવાની તક મળી નહતી. અફઘાનિસ્તાન વિરુદ્ધ ગુરુવારે રમાયેલી મેચમાં ટી20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં જાડેજા ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો હતો. 


ફ્લોપ જોવા મળી રહ્યું છે પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ 5 જૂનના રોજ આયરલેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં 1 ઓવરાં 7 રન આપ્યા હતા. આ મેચમાં એક પણ વિકેટ મળી નહતી. 9 જીનના રોજ પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાએ 2 ઓવર ફેંકી હતી અને 10 રન આપ્યા હતા. ત્યારે પણ કોઈ વિકેટ મળી નહતી. અમેરિકા વિરુદ્ધ 12 જૂનના રોજ રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ જાડેજાને એક પણ ઓવર ફેંકવા દીધી નહતી. 20 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં જાડેજાએ આખરે ખાતું ખોલ્યું અને 1 વિકેટ મળી. 


બહાર થઈ શકે પ્લેઈંગ ઈલેવનમાંથી
ટીમ ઈન્ડિયામાં હાલ જબરદસ્ત કોમ્પિટિશન છે અને આવામાં રવિન્દ્ર જાડેજાને ખરાબ પ્રદર્શનના પગલે આવનારી મેચોમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈિંગ ઈલેવનમાંથી બહાર થવું પડી શકે છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે ટી20 વર્લ્ડ કપ 2024 સુપર 8 મેચમાં ભારતના 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ બુમરાહ (3 વિકેટ), અર્શદીપ સિંહ (3 વિકેટ) અને કુલદીપ યાદવ (2 વિકેટ)ની ઘાતક બોલિંગ આગળ 20 ઓવરમાં 134 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે રોહિત શર્માની ટીમે 47 રનથી જીત મેળવી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઓમરઝઈએ સૌથી વધુ 26 રન કર્યા. તેના સિવાય કોઈ પણ અફઘાની બેટ્સમેન 20નો આંકડો સ્પર્શી શક્યો નહતો.