કેપટાઉનઃ અજિત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી કરવા માટે માથાકૂટકરવી પડશે કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જૂનમાં રમાનાર વિશ્વકપમાં રમવા ઇચ્છુક છે. રોહિત અને કોહલી બંને નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વિશ્વકપની સેમીફાઈનલ બાદ ભારત તરફથી આ નાના ફોર્મેટમાં રમ્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે રાષ્ટ્રીય પસંદગીકાર શિવસુંદર દાસ અને સલિલ અંકોલા દક્ષિણ આફ્રિકામાં છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ દરમિયાન અગરકર પણ ત્યાં પહોંચશે. તેવી સંભાવના છે કે અગરકર અને તેના સાથે આ દરમિયાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સાથે કેપ્ટન રોહિત અને સ્ટાર બેટર કોહલી સાથે વાત કરશે અને ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ સિરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ ફોટોના કારણે ભારતીય ક્રિકેટરને થયું 1 કરોડનું નુકસાન, IPL 2024ની હરાજીમાં બન્યો બકરો


વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લગભગ 30 ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે. અત્યારે તે જોવાનું છે કે અગરકર અને તેના સાથી 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થનારી સિરીઝ માટે રોહિત અને કોહલીનું પસંદગી કરે છે કે નહીં કે પછી આઈપીએલ દરમિયાન તેના ફોર્મ અને ફિટનેસ પર નજર રાખવામાં આવશે.


આ બંને દિગ્ગજ ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ટી20 વિશ્વકપનો ભાગ બનવાનું પસંદ કરશે. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 25 જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ રમવાની છે તેવામાં રોહિત અને કોહલીને અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ 2024 ની સૌથી મોટી ભવિષ્યવાણી, આ ટીમ જીતી શકે છે ટી20 વિશ્વકપનું ટાઈટલ


ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ ગોપનીયતાની શરત પર કહ્યું- સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી. અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી સિરીઝ પહેલા કોઈ અનુમાન લગાવી શકાય નહીં. કોઈપણ નિર્ણય આઈપીએલમાં પ્રથમ મહિનાના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube