UAE નહીં આ દેશમાં T20 World Cup નું આયોજન કરી શકે છે BCCI, શરૂ કરી ચર્ચા
ટી20 વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં યોજાવાનો છે. પરંતુ કોરોનાને કારણે દેશમાં તેનું આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે.
નવી દિલ્હીઃ UAE માં આઈપીએલની બાકી 31 મેચોના આયોજનની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે મેમાં કોરોના વાયરસ (Covid 19) ના વધકા કેસને કારણે બીસીસીઆઈએ ટૂર્નામેન્ટ સ્થગિત કરી હતી. હવે આઈપીએલ સિવાય ભારતીય ક્રિકેટ બોર્ડની નજર ટી20 વિશ્વકપ પર છે.
ભારતની બહાર આ દેશમાં થઈ શકે છે આયોજન
મહત્વનું છે કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ટી20 વિશ્વકપ ભારતની યજમાનીમાં રમાવાનો છે, પરંતુ કોરોનાને કારણે દેશમાં તેનું આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. મહત્વનું છે કે યૂએઈ સિવાય બીસીસીઆઈ શ્રીલંકામાં ટી20 વિશ્વકપનું આયોજન કરાવવા પર વિચાર કરી રહ્યું છે.
ટી20 વિશ્વકપને લઈને ચાલી રહી છે ચર્ચા
જાણકારી અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ ટી20 વિશ્વકપના આયોજનને લઈને શ્રીલંકા બોર્ડ સાથે વાતચીત કરી રહ્યું છે. મહત્વનું છે કે 1 જૂને યોજાયેલી આઈસીસી બોર્ડની બેઠકમાં ભારતને ટી20 વિશ્વકપના આયોજન પર નિર્ણય લેવા માટે 28 જૂનનો સમય આપ્યો છે.
આ પણ વાંચોઃ ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એકમાત્ર ગુજરાતી મહિલાની પસંદગી, ખાસ જાણો
UAE માં પિચની સ્થિતિ સારી રહેશે નહીં
બીસીસીઆઈના એક અધિકારીએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, બીસીસીઆઈ અને યૂએઈ વચ્ચે ટી20 વિશ્વકપના આયોજનને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ તે વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે આઈપીએલ સિવાય અન્ય મુકાબલા યૂએઈમાં રમાવાના છે. તેવામાં વિશ્વકપ દરમિયાન પિચ સારી રહેશે નહીં. તેથી ટી20 વિશ્વકપના આયોજનને લઈને શ્રીલંકા બોર્ડ સાથે વાત ચાલી રહી છે.
શ્રીલંકામાં ઘણા વિકલ્પ છે
અધિકારીએ કહ્યું કે, ટી-20 વિશ્વકપનું આયોજન ભારતની બહાર થવાનું નક્કી છે પણ અધિકાર બીસીસીઆઈની પાસે રહેશે. યૂએઈમાં માત્ર ત્રણ વેન્યૂ શારજાહ, દુબઈ અને અબુધાબી છે. તેવામાં શ્રીલંકામાં ટી20 વિશ્વકપના આયોજન પર વિચાર કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube