T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022 આગામી સપ્તાહથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. 16 ઓક્ટોબરના રોજ ટી20 વર્લ્ડ કપ 2022 ટુર્નામેન્ટની પહેલી મેચ રમાશે. ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા જ તેની ફાઈનલ મેચને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. અનેક દેશોના ક્રિકેટ દિગ્ગજ ટી20 વર્લ્ડ કપ 2022 ને લઈને ભવિષ્યવાણી કરી રહ્યાં છે. વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે આ ભવિષ્યવાણી કરતા કહ્યું કે, આ વખતે આખરે કઈ બે ટીમ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 ની ફાઈનલ મેચ રમાશે. ક્રિસ ગેલના મુજબ, બે ટીમની વચ્ચે કાંટેદાર ફાઈનલ મેચ થવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વર્લ્ડ કપ પહેલા કરાઈ ભવિષ્યવાણી
ક્રિસ ગેલનું કહેવુ છે કે, આ વખતે ટી20 વર્લ્ડ કપ 2022 ની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે રમાશે. ક્રિસ ગેલે એક વાતચીતમાં જણાવ્યું કે, ટી20 વર્લ્ડ કપની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાશે. ક્રિસ ગેલે એમ પણ કહ્યું કે, આ વખતે ટી20 વર્લ્ડ કપ 2022 નો ખિતાવ વેસ્ટ ઈન્ડીઝની ટીમ જ જીતશે. 


આ પણ વાંચો : મોંઘવારી પર PM મોદીનું મોટું નિવેદન, કહ્યું-વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે, પણ..


આ 2 ટીમ વચ્ચે થશે ફાઈનલ મેચ
ટી20 વર્લ્ડ કપ 2022 માં ભારતની દાવેદારી વિશે પૂછતા ક્રિસ ગેલે કહ્યું કે, ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2022 જીતવાની દાવેદાર તો છે, પરંતુ ટ્રોફી જીતવા માટે તેના કરતા પણ વધુ મોટી દાવેદાર ટીમ વેસ્ટ ઈન્ડીઝ છે. ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડ કપ 2022 આગામી 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાની મહેમાનગતિમાં રમાશે. 
 
ટી20 વર્લ્ડ કપ 2022 માં ભારતના મુકાબલા


  • ભારત વર્સિસ પાકિસ્તાન - પહેલી મેચ - 23 ઓક્ટોબર (મેલબોર્ન)

  • ભારત વર્સિસ ગ્રૂપ એ રનર-અપ - બીજી મેચ - 27 ઓક્ટોબર (સિડની)

  • ભારત વર્સિસ સાઉથ આફ્રિકા - ત્રીજી મેચ - 30 ઓક્ટોબર (પર્થ)

  • ભારત વર્સિસ બાંગ્લાદેશ - ચોથી મેચ - 2 નવેમ્બર (એડિલેડ)

  • ભારત વર્સિસ ગ્રૂપ બી વિનર - પાંચમી મેચ - 6 નવેમ્બર (મેલબોર્ન)