PCB અધ્યક્ષ એહસાન મનીનો દાવો- ભારતમાં નહીં યૂએઈમાં રમાશે T20 વર્લ્ડ કપ
આઈસીસી ટી20 વિશ્વકપના આયોજન પર ચાલી રહેલી અટકળો વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને મોટો દાવો કર્યો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ એહસાન મનીએ નિવેદન આપ્યુ છે કે ભારતમાં આયોજીત થનાર આગામી ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ભારતમા નહીં પરંતુ સંયુક્ત અરબ અમીરાત (UAE) માં આયોજીત થશે. બીસીસીઆઈએ હાલમાં (29 મે) એ પોતાની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) તે નક્કી કર્યુ હતુ કે તે આ ટૂર્નામેન્ટને ભારતમાં આયોજીત કરાવવા ઈચ્છે છે. આઈસીસીએ પણ તેને નિર્ણય લેવા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો છે.
આ સમયે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ની સીઝન પણ અધવચ્ચે સ્થગિત કરવી પડી હતી. તો બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આશા વ્યક્ત કરી છે કે ભારત આઈસીસીની આ મોટી ઈવેન્ટનું આયોજન દેશમાં જ કરશે કારણ કે ત્યાં સુધી કોરોનાની સ્થિતિમાં ફેરફાર થઈ જશે.
Retirement પછી પણ કરોડોમાં રમે છે સચિન તેંડુલકર, આજે પણ વિરાટથી કમ નથી કમાણી, જાણો કેટલી સંપત્તિના છે માલિક
આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ ધન્યૂઝ.કોમ.પીકેને જણાવ્યુ- આઈસીસી ટી20 વિશ્વકપ જેનું આયોજન ભારતમાં થવાનું હતું, તે હવે યૂએઈ જઈ રહ્યો છે. ભારતે આઈપીએલ-2021ની બાકી મેચોનું આયોજન પણ યૂએઈમાં કરવું પડી રહ્યું છે. આજ રીતે પાકિસ્તાન પાસે પણ પીએસએકની બાકી સીઝન અબુધાબીમાં આયોજીત કરાવવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહતો.
તેમણે કહ્યું- અમારી પાસે બે વિકલ્પ હતા. પીએસએલની બાકી સીઝન રદ્દ કરી દેવામાં આવે અથવા સંભવિત સ્થાનો પર તેનું આયોજન કરવામાં આવે. અમારી પાસે ઇન્ટરનેશનલ કેલેન્ડરમાં થોડો આરામ છે. આ અમારા માટે સારો સમય છે અને અમે બાકી પીએસએલ યૂએઈમાં પૂરી કરી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube