T20 World Cup: 17 વર્ષના લાંબા ગાળા બાદ ટીમ ઈન્ડિયાએ એકવાર ફરીથી ટી20 વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો છે. દક્ષિણ આફ્રીકાને રોમાંચક બનેલી ફાઈનલમાં કમાલના પ્રદર્શન થકી માત આપીને ખિતાબ પોતાના નામે કર્યો. આ મેચમાં સૂર્યકુમાર યાદવનો બાઉન્ડ્રી લાઈન પર  પકડેલો કેચ યાદગાર બની ગયો અને મેચનો જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ બની ગયો. જેણે મેચનું પાસું જ પલટી નાખ્યું. પરંતુ જે કેચે કમાલ કર્યો હવે તે જ કેચ પર સવાલ ઉઠી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક ફેન્સ આ કેચને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. કોઈ કહે છે કે સૂર્યકુમાર યાદવનો પગ બાઉન્ડ્રીના દોરડાને અડી ગયો તો કોઈ ફેન્સે આઈસીસીના નિયમોનો હવાલો આપીને તેને છગ્ગો ગણાવ્યો. 



સ્પોર્ટ્સ ટુડે સાથે વાતચીતમાં સૂર્યકુમાર યાદવે આ કેચ વિશે વાત કરતા કહ્યું કે મને હજુ પણ વિશ્વાસ થતો નથી. તે કેચ મેચ વિનિંગ કેચ હતો, અમે ટુર્નામેન્ટ જીતી ગયા. લોકો હવે બોલી રહ્યા છે, જ્યારે 16 રન જોઈતા હતા, ત્યારે જો છગ્ગો જાત તો 5 બોલમાં 10 રન જોઈતા હોત, ત્યારબાદ આખી મેચનો માહોલ જ અલગ થઈ જાત. વધુમાં એમ પણ કહ્યું કે તે બે ચાર સેકન્ડ જે ઠીક લાગ્યું તે કર્યું અને તે સારું પણ થયું. આવી જ પળો માટે અમે લોકોએ અમારા ફિલ્ડિંગ કોચ સાથે ખુબ પ્રેક્ટિસ પણ  કરી હતી. એમ પણ કહ્યું કે ટીમને જીત મળ્યા બાદ હું મારી પત્નીને ગળે મળીને ખુબ રડ્યો છું.