T-20 વિશ્વકપનું ભારતની બહાર જવુ નક્કી, યૂએઈમાં ICC જલદી શરૂ કરી શકે છે તૈયારીઓ
ટી20 વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે. બીસીસીઆઈ આઈપીએલની બાકી મેચોનું આયોજન પણ યૂએઈમાં કરવાનું છે.
દુબઈઃ ટી20 વિશ્વકપ (T20 World Cup) નું ભારતમાંથી બહાર જવુ નક્કી થઈ ગયું છે. દેશમાં કોરોનાની સ્થિતિ જોતા બીસીસીઆઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ને તૈયારી શરૂ કરવાની આંતરિક સૂચના આપી દીધી છે. 1 જૂને યોજાયેલી આઈસીસી બેઠકમાં બીસીસીઆઈને ટી20 વિશ્વકપ પર નિર્ણય લેવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ટી20 વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે. બીસીસીઆઈ આઈપીએલની બાકી મેચોનું આયોજન પણ યૂએઈમાં કરવાનું છે.
આઈસીસી બોર્ડમાં આ ઘટનાક્રમથી જાણકાર બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને જણાવ્યુ- હાં, બીસીસીઆઈએ આઈસીસી બોર્ડની બેઠક દરમિયાન ઔપચારિક રૂપથી અંતિમ નિર્ણય લેવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે, પરંતુ આંતરિક રૂપથી તેણે કહ્યું કે, તે યજમાનીનો અધિકાર રાખવા ઈચ્છશે અને ટૂર્નામેન્ટનું આયોજન યૂએઈ કે ઓમાનમાં કરવા પર કોઈ વિરોધ હશે નહીં. તેમણે કહ્યું કે, 16 ટીમની ટૂર્નામેન્ટની પ્રારંભિક મેચો માટે મસ્કટને વિશેષ રૂપથી યજમાન માટે રાખવામાં આવ્યું છે. તેનાથી આઈપીએલની 31 મેચોની યજમાની કરનાર ત્રણ મેદાનોને ફ્રેશ રાખવા માટે પૂરતો સમય મળી જશે.
આ પણ વાંચોઃ PCB અધ્યક્ષ એહસાન મનીનો દાવો- ભારતમાં નહીં યૂએઈમાં રમાશે T20 વર્લ્ડ કપ
તેમણે કહ્યું કે, જો આઈપીએલ 10 ઓક્ટોબર સુધી સમાપ્ત થી જાય છે તો યૂએઈમાં ટી20 વિશ્વકપની મેચોને નવેમ્બરમાં શરૂ કરી શકાય છે. તેનાથી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે પિચોને તૈયાર કરવા માટે ત્રણ સપ્તાહનો સમય મળશે. આ વચ્ચે પ્રથમ સપ્તાહના મુકાબલા ઓમાનમાં રમાઈ શકે છે. આઈસીસી બોર્ડના મોટાભાગના સભ્યોનું માનવુ છે કે ભારત સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે ઓક્ટોબર-નવેમ્બરમાં પરિસ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
તેમણે કહ્યું- જો તમે વ્યાવહારિક રૂપથી તે વિશે વિચારો છો તો ભારતમાં દરરોજ 1 લાખથી વધુ કોરોના કેસ આવી રહ્યાં છે. જે એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવતા કેસની સરખામણીએ ખુબ ઓછા છે. તમે 28 જૂને ટી20 વિશ્વકપનું આયોજન કરવાની હા પાડી શકો છો, પરંતુ ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવે છે તો આયોજન મુશ્કેલ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube