T20 World Cup માં આજે મહામુકાબલો, દુબઈના મેદાનમાં પાકિસ્તાનને પછાડશે ભારત
આજે સાંજે 7:30 વાગે મહામુકાબલો, T20 વર્લ્ડકપમાં આજે પાક. વિરુદ્ધ ભારતની પ્રથમ મેચ. ક્રિકેટ રસિકો હંમેશા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવો મહામુકાબલો એટલે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ. સરહદ પર ચાલી રહેલાં તણાવની સ્થિતિને કારણે ભારતે લાંબા સમયથી પાકિસ્તાન સાથેના સંબંધો ઓછા કરી દીધાં છે. અને તેમની સાથે ક્રિકેટની રમત પણ બંધ જ છે. જોકે, આ મુકાબલો આઈસીસીની આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેનો હોવાથી બન્ને દેશો મેદાનમાં ટકરાશે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ક્રિકેટ મેચ જોવા મળશે.
દુબઈઃ ક્રિકેટ રસિકો હંમેશા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવો મહામુકાબલો એટલે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ. સરહદ પર ચાલી રહેલાં તણાવની સ્થિતિને કારણે ભારતે લાંબા સમયથી પાકિસ્તાન સાથેના સંબંધો ઓછા કરી દીધાં છે. અને તેમની સાથે ક્રિકેટની રમત પણ બંધ જ છે. જોકે, આ મુકાબલો આઈસીસીની આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેનો હોવાથી બન્ને દેશો મેદાનમાં ટકરાશે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ક્રિકેટ મેચ જોવા મળશે.
ટી-20 વર્લ્ડ કપની રવિવારે થનારી 16 મેચમાં ભારતનો સામનો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. બે દેશ વચ્ચેના ખરાબ સંબંધના કારણે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નથી થતી. ભારત-પાકિસ્તાન ફક્ત આઈસીસી અને એસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. વન-ડે અને ટી-20 વર્લ્ડ કપ બંનેમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ અજેય છે. બંને ફોર્મેટમાં તમામ 12 મેચ ભારતે જીતી છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પાંચ વાર હરાવ્યું છે. તેમાંથી બે મેચ ભારતે પહેલા બેટિંગ કરીને અને ત્રણ મેચ રન ચેઝ કરીને જીતી છે.
બેટ્સમેન વિ. બોલર-
વિરાટ કોહલી વિ. શાદાબ ખાનઃ પાક. સ્પિનર શાદાબે કોહલી સામે 30 બોલ નાંખ્યા છે, જેમાં કોહલીને એક ફૉરની મદદથી 30 રન કર્યા છે. વિકેટ નથી આપી.
રોહિત શર્મા વિ.હસન અલીઃ રોહિતે પાક.ના ફાસ્ટ બોલર અલીના 87 બોલમાં 95 રન કર્યા છે. 10 ફોર અને છ સિક્સ ફટકારી છે. એકવાર વિકેટ આપી છે.
બોલર વિ. બેટ્સમેન-
રવિન્દ્ર જાડેજા વિ. શોએબ મલિકઃપાક.ના મલિક સામે જાડેજાએ 66 બોલ નાંખ્યા છે, જેમાં મલિકે 56 રન કર્યા છે. જાડેજાએ તેને એક પણ વાર આઉટ નથી કર્યો.
ભુવનેશ્વર વિ. ફખર ઝમાનઃભુવનેશ્વર સામે ફખરનું બેટ નથી ચાલ્યું. તેના 36 બોલમાં ફખર 13 રન બનાવી શક્યો છે. ભુવીના એક બોલમાં તે આઉટ પણ થયો છે.
છેલ્લી 10 મેચમાં ભારતે પાક.ને 8 વાર હરાવ્યુંઃ બંને ટીમની છેલ્લી 10 મેચમાં ભારત 8, પાક. 2 વાર જીત્યુંછે. 3 ટી-20 અને 7 વન-ડે છે. પાકે. 2014માં એશિયા કપમાં 1 વિકેટ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં 180 રને જીત હાંસલ કરી હતી. ભારતે 5 મેચ રન ચેઝ કરીને જીતી છે.
ભારત-પાક. મેચને લઈને ચાહકોમાં ઝનૂનઃ દુબઈમાં સંડે વર્કિંગ ડે છે, પરંતુ ચાહકોએ મેચ જોવા માટે રજા લઈ લીધી છે. અનેક ક્રિકેટ પ્રેમીએ રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કર્યા છે. રેસ્ટોરન્ટે સ્પેશિયલ મેનૂ જાહેર કર્યા છે. ફૂડ ડિલિવરી કંપનીએ ચાહકો માટે ફ્રી ડિલિવરીની ઓફરો મૂકી છે.
મુકાબલા પહેલાં ભારતના કેપ્ટને શું કહ્યું?
પાકિસ્તાન મજબૂત ટીમ છે. અમે પણ અમારો શ્રેષ્ઠ દેખાવ કરીશું. તેમની પાસે ગેમ ચેન્જર ખેલાડીઓ છે. અમે ફક્ત ટીમના પ્લાન અને કોમ્બિનેશન પર ફોકસ કરી રહ્યા છીએ.
મુકાબલા પહેલાં પાકિસ્તાનના કેપ્ટને શું કહ્યું?
અમે સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં આવીશું. રવાના થતા પહેલા અમે અમારા વડાપ્રધાનને પણ મળ્યા. તેમણે પણ અમને ભારત વિરુદ્ધ આક્રમક રમવાનું સૂચન કર્યું છે. > બાબર આઝમ