T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોણ થયું IN કોણ થયું OUT

ICC T20 World Cup 2022: આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. મુંબઈમાં આજે અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે યોજાયેલી અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ જોવા મળશે.
ભારતની ટી20 વિશ્વકપની ટીમ
1. રોહિત શર્મા (કેપ્ટન)
2. કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન)
3. વિરાટ કોહલી
4. સૂર્યકુમાર યાદવ
5. દીપક હુડ્ડા
6. રિષભ પંત
7. દિનેશ કાર્તિક
8. હાર્દિક પંડ્યા
9. આર અશ્વિન
10. યુઝવેન્દ્ર ચહલ
11. અક્ષર પટેલ
12. જસપ્રીત બુમરાહ
13. ભુવનેશ્વર કુમાર
14. હર્ષલ પટેલ
15. અર્શદીપ સિંહ
સ્ટેન્ડ બાયઃ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચાહર.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube