T20 World Cup 2021: પાકિસ્તાન સામે આવી રહશે ટીમ ઈન્ડિયાની Playing 11! આ દિગ્ગજ ખેલાડી થશે બહાર
T20 World Cup 2021: T20 World Cup 2021 આગામી મહિનાથી UAEમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ટી 20 વર્લ્ડ કપ 2021 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ અને ઓમાનની ધરતી પર રમાશે. ICC ની દરેક ટુર્નામેન્ટની જેમ આ વખતે પણ ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ T20 World Cup 2021 આગામી મહિનાથી UAEમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ટી 20 વર્લ્ડ કપ 2021 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ અને ઓમાનની ધરતી પર રમાશે. ICC ની દરેક ટુર્નામેન્ટની જેમ આ વખતે પણ ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી ફરી એક વખત પાકિસ્તાનને હરાવવા માટે એક મહાન ટીમ પસંદ કરવા ઈચ્છશે. આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે Playing 11થી ભારત પાકિસ્તાનને હરાવી શકે છે.
રોહિત અને રાહુલ ઓપનિંગ કરે:
રાહુલ અને અનુભવી બેટ્સમેન રોહિત શર્માને પાકિસ્તાન સામે ઓપનિંગ માટે તક અપાય તેવી શક્યતા છે. આ બંને બેટ્સમેનો લાંબા સમયથી ભારત માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તે જ સમયે, કેપ્ટન વિરાટ કોહલી 3 નંબર માટે ફિટ છે. જ્યારે ચોથા નંબર માટે કોહલી ચોક્કસપણે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સ્થાન આપશે. જો ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને આ બેટ્સમેનોથી સજાવવામાં આવે તો ચોક્કસ પાકિસ્તાન સામે મોટો સ્કોર બનશે.
આ મિડલ ઓર્ડર શ્રેષ્ઠ રહેશે:
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને 5માં નંબર માટે તેની ટીમમાં પસંદગી થવાની શક્યતા છે. તે જ સમયે, આ ટીમમાં બે ઓલરાઉન્ડર માટે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાના નામની પુષ્ટિ થાય તો સારુ. બોલિંગ ઉપરાંત હાર્દિક અને જાડેજા બંનેએ ઉત્તમ રીતે બેટિંગ પણ કરી હતી. જાડેજા બોલિંગથી મેચ ફેરવી શકે છે અને હાર્દિક ગેમ ચેન્જર છે.
આ બોલર અપાવશે જીત:
પ્લેઇંગ ઇલેવનમાં અનુભવી ઝડપી બોલરો ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને સ્થાન આપવાની શક્યતા છે. આ ત્રણેય બોલરો વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાં સામેલ છે. બીજી બાજુ શમી સારી વિકેટ લે છે. તો આ તરફ બુમરાહ ડેથ ઓવરમાં વિશ્વનો સૌથી મજબૂત બોલર છે. ટીમ ઇન્ડિયાના એકમાત્ર સ્પિન બોલર પર ઘણા ખેલાડીઓ વચ્ચે યુદ્ધ થશે, પરંતુ રાહુલ ચાહરને સ્થાન આપવું વધુ યોગ્ય રહેશે. ખરેખર, યુએઈમાં IPL 2020 દરમિયાન ચાહરે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી.
આ ખેલાડી થશે બહાર:
દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન માટે આ ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. અશ્વિનને આ વર્ષે વર્લ્ડ કપની ટીમમાં લેવામાં આવ્યો હતો. પસંદગીકારોનો આ નિર્ણય સાંભળીને મોટા દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બીજી બાજુ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા મોટા સ્પિન બોલરોને ટીમમાં તક મળી નથી.
Playing 11: કે.એલ.રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ.