મેલબોર્નઃ આઈસીસી વિશ્વકપમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાનો રેકોર્ડ દુબઈમાં તૂટી ગયો હતો. આ મેચમાં વરસાદની આશંકા છે, પરંતુ અહીંના હવામાન જાણકારો અનુસાર સંપૂર્ણ મેચ રદ્દ થવાની સંભાવના ઓછી છે. બંને દેશોના હજારો ક્રિકેટપ્રેમીઓ આ મેચ જોવા માટે અહીં ભેગા થયા છે. મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. રોહિત શર્મા અને બાબર આઝમની ટીમો માટે આ એક મેચ છે, પરંતુ બંને દેશોના લાખો ક્રિકેટપ્રેમીઓ માટે 'બસ આજ' મેચ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીની ટીમ ક્યારેય નથી હારી
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ આઈસીસી ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી નથી અને ધોની વારંવાર કહેતો હતો કે ક્રિકેટના મેદાનમાં બદલો લેવો જવો કોઈ શબ્દ હોતો નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં ઘણા ફેરફાર થયા છે. શાહીન શાહ આફ્રિદીની ખતરનાક બોલિંગની મદદથી ભારતે પ્રથમવાર વિશ્વકપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું. આફ્રિદીએ 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી અને બાબર-રિઝવાનની જોડીએ પાકિસ્તાનને 10 વિકેટે જીત અપાવી હતી. 


હજુ નથી ભૂલાયો તે જીતનો જખ્મ
રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં પાછલા વર્ષે મળેલા પરાજયને ભૂલ્યા હશે નહીં. તેના પર એશિયા કપ રમવા પાકિસ્તાન ન જવાના બીસીસીઆઈના નિવેદન અને આગામી વર્ષે ભારતમાં રમાનાર વનડે વિશ્વકપમાંથી હટવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ટીમ સંયોજન છે. છેલ્લા કેટલાક સમયથી ભારતને સ્થિર ટીમ સંયોજન મળી શક્યું નથી. ભારતે એક વધારાનો બોલર ઉતારવા માટે નિષ્ણાંત વિકેટકીપર પંતને બહાર બેસાડવો પડે છે. 


પાકિસ્તાનની બોલિંગ મજબૂત
બેટિંગ ક્રમને આફ્રિદી સિવાય નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે. ભારતના ટોપના ત્રણ બેટર આફ્રિદીને પાવરપ્લેમાં કઈ રીતે રમે છે, તેનાથી મેચની દશા અને દિશા નક્કી થશે. તેવામાં ટી20 ફોર્મેટમાં ભારતના નંબર એક બેટર સૂર્યકુમાર યાદવ પર નિર્ભર રહેશે કે તે પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે બેટિંગ કરે છે. 


હવામાન પ્રમાણે પ્લેઇંગ ઇલેવન
વરસાદ થવા પર રોહિત ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરશે. ભારતની પાસે ત્રણ નિષ્ણાંત સ્પિનર છે, પરંતુ હવામાન પ્રમાણે ટીમની પસંદગી કરવામાં આવશે. વરસાદ થવા પર હર્ષલ પટેલને તક મળી શકે છે, જે અંતમાં બેટિંગ પણ કરી શકે છે. પાકિસ્તાનની પાસે ત્રણ આક્રમક શાન મસૂદ, મોહમ્મદ નવાઝ અને ખુશદિલ શાહ છે જેથી આર અશ્વિનની રમવાની સંભાવનાનો ઇનકાર ન કરી શકાય. 


ઓડી કાર અને પાકિસ્તાન
બરાબરીના આ મુકાબલામાં પાકિસ્તાનનું પલડું ભારે લાગી રહ્યું છે તો તેનું કારણ શાહીન આફ્રિદી છે. એમસીજી પર 37 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થઈ રહ્યો છે. છેલ્લે બંને ટીમ 1985માં બેંસન એન્ડ હેઝેસ વિશ્વ ચેમ્પિયનશિપમાં રમી હતી. તે સુનીલ ગાવસ્કરની ભારતીય કેપ્ટન તરીકે છેલ્લી મેચ હતી અને રવિ શાસ્ત્રીએ પોતાના શાનદાર પ્રદર્શનથી ઓડી કાર જીતી હતી. 


ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રિષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આર અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક હુડ્ડા. 


પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, શાન મસૂદ, મોહમ્મદ નવાઝ, ખુશદિલ શાહ, આસિફ અલી, હૈદર અલી, ઇફ્તિખાર અહમદ, હારિસ રઉફ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ હસનૈન.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube