ICC વર્લ્ડકપ વિવાદોમાં ફસાયો! ટોસે નક્કી કરી ટૂર્નામેન્ટની તમામ મેચ, આવું કેવી રીતે બન્યું?
રવિવારે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કારમી હાર આપીને જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટ તો પુરી થઈ ગઈ છે, પરંતુ તેની સાથે એક મોટો સવાલ ઉભો થતા વિવાદના વંટોળ ઉભા થયા છે.
નવી દિલ્હી: લગભગ એક મહિના સુધી ચાલેલા ટી20 વર્લ્ડ કપની ચેમ્પિયન ટ્રોફી આખરે ઓસ્ટ્રિલયન ટીમ લઈ ગઈ છે. 16 ટીમોની વચ્ચે ચાલેલા મહાજંગમાં કાંગારુઓ પહેલી વખત ચેમ્પિયન બન્યા છે. રવિવારે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કારમી હાર આપીને જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટ તો પુરી થઈ ગઈ છે, પરંતુ તેની સાથે એક મોટો સવાલ ઉભો થતા વિવાદના વંટોળ ઉભા થયા છે.
કારણ કે ICC ટૂર્નામેન્ટની શરૂઆતથી લઈને ફાઈનલ મેચ સુધી જે આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળ્યો, તેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. આખી ટૂર્નામેન્ટમાં જે ટીમ ટોસ જીતી તેને મેચ પોતાના નામે કરી હતી. સેમીફાઈનલ, ફાઈનલમાં તો તેની મોટી અસર જોવા મળી હતી, પરંતુ સુપર 12 રાઉન્ડ મેચ દરમિયાન પણ આવું જોવા મળ્યું હતું. આવા સંજોગોમાં તો ગંભીર સવાલ ઉભા થવા તે સ્વાભાવિક છે.
ટોસ જીત્યો, બોલિક કરો અને જીત પાક્કી?
ટી20 વર્લ્ડકપ 2021ની 45 મેચમાં 30 મેચ તે ટીમો જીતી છે, જેમાં તેમણે ટોસ જીત્યો હતો. એવામાં 60 ટકાથી વધારે મેચમાં ટોસ સૌથી મોટો કિંગ સાબિત થયો છે. જે સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ હતી, એટલે કે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની વાત રીએ તો આ ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાઈ હતી અને 11 મેચ ટોસ જીતનાર ટીમે જીતી છે, જ્યારે માત્ર 2 મેચ ટોસ હારનાર ટીમ જીતી શકી છે.
દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી 13 મેચમાં 12 મેચ તે ટીમે જીતી છે, જેણે પહેલા બોલિંગ કરી છે. એવું કંઈક ફાઈનલ મેચમાં જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે ટોસ જીત્યો અને બોલિંગ પસંદ કરી, અંતમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. આજ કારણ હતું કે ફાઈનલ પહેલા દરેક એક્સપર્ટ બોલી રહ્યા હતા કે મેચથી વધારે ટોસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હશે.
ICC ઈવેન્ટ્સથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દરેક ટીમને સમાન તક મળશે. જે દ્વિપક્ષીય શ્રેણીમાં શક્ય નથી, કારણ કે ત્યાં પીચ, હવામાન અને વાતાવરણનો ફાયદો મળે છે. પરંતુ આઈસીસી ઈવેન્ટ્સમાં જો દરેક ટીમને ફાયદો મળે તો તે યોગ્ય છે. પરંતુ આ T20 વર્લ્ડ કપમાં એવું ભાગ્યે જ બને છે, ભલે ટોસ કોઈના હાથમાં ન હોય, પરંતુ ટોસ જીતવાથી મેચ જીતવી નિશ્ચિત છે, આવી સ્થિતિમાં પીચ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખવી પણ જરૂરી હતી.
સેમિફાઇનલ અને ફાઇનલ મેચની એક જ હાલત...
સુપર-12 રાઉન્ડ સિવાય જો આપણે નોક-આઉટ મેચો પર નજર કરીએ તો અહીં પણ ટોસ કિંગ સાબિત થયો હતો. પ્રથમ સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. અબુ ધાબીમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, અંતે ન્યૂઝીલેન્ડનો વિજય થયો અને ઈંગ્લેન્ડનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
સેમિફાઇનલ-2માં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જંગ ખેલાયો હતો. દુબઈમાં રમાયેલી આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને પાકિસ્તાનને હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનાર પાકિસ્તાન સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.
સેમિફાઇનલની યુક્તિઓએ ફાઇનલનો રસ્તો આસાન બનાવી દીધો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પણ અહીં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને જાણે કે પછી જ વર્લ્ડ કપ જીત્યો. ફાઇનલમાં ઝાકળ પરિબળનો અભાવ હોવા છતાં પાછળથી બેટિંગ કરતી ટીમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.
સુનિલ ગાવસ્કરે પણ સવાલો ઉઠાવ્યા હતા
વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં જ્યારે બધું ટોસ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ સવાલો ઉઠાવ્યા હતા. સુનીલ ગાવસ્કરે કહ્યું કે આજે કોમેન્ટ્રી દરમિયાન એવી વાત કરવામાં આવી રહી હતી કે ઝાકળનું કોઈ પરિબળ નથી, પરંતુ તમામ મેચોમાં ટોસ મહત્વપૂર્ણ સાબિત થયો છે.
પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે આઈસીસીએ ધ્યાન આપવું પડશે કે આટલી મોટી ટૂર્નામેન્ટમાં રમત બરાબરીની હોય. તમને જણાવી દઈએ કે સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી પહેલા ભરત અરુણે પણ ભારતની મેચ દરમિયાન ટોસ અને પહેલા બેટિંગ દરમિયાન આવતી સમસ્યાઓ વિશે વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે જો ટીમ ઈન્ડિયાની પાંચ મેચોની વાત કરીએ તો ભારત પ્રથમ બે મેચ હારી ગયું હતું, બંને જગ્યાએ વિરાટ કોહલી ટોસ હારી ગયો હતો. અફઘાનિસ્તાન સામે માત્ર એક જ મેચ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યા બાદ પણ મેચ જીતી હતી. ભારતે સ્કોટલેન્ડ, નામિબિયા સામે પણ ટોસ જીતીને મેચ જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube