નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપની શરૂઆતની તારીખ હવે દૂર નથી. ICC ની આ મેગા ઇવેન્ટ 17 ઓક્ટોબરથી UAE માં શરૂ થશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે, તે પછી ભારતના કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને ધોની માટે મોટી સમસ્યા બની શકે છે કે, પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીનો સમાવેશ કરવો જોઇએ અને કોને ન કરવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

ગુજરાતનો આ ખેલાડી દરેક મેચની પ્લેઇંગ ઇલેવનમાં રમશે:
જોકે, ભારતે જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે તેમાં શાનદાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં એક એવો ખેલાડી છે જે ટી 20 વર્લ્ડ કપની દરેક મેચની પ્લેઇંગ ઇલેવનમાં ચોક્કસપણે ભારત માટે રમશે. તે ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે. રવિન્દ્ર જાડેજા પોતાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગથી મેચનો માર્ગ બદલનાર ખેલાડી છે. જાડેજા અત્યારે પોતાની કારકિર્દીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને ટેસ્ટ ક્રિકેટથી લઈને ટી 20 સુધી તેણે ટીમમાં પોતાની જગ્યા બનાવી છે.

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

રવિન્દ્ર જાડેજા મેચ ફેરવવામાં માહિર:
જે લોકો વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરે છે, તેઓએ જાડેજાને જોવો જોઈએ. જાડેજા દરેક મેચમાં રમશે તેની ખાતરી છે. જાડેજા ઉપરાંત વર્લ્ડ કપમાં રાહુલ ચાહર, વરુણ ચક્રવર્તી અને આર અશ્વિન જેવા સ્પિનરો છે, પરંતુ બેટિંગના કારણે જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં પ્રથમ પસંદગી રહેશે. તે જોવું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમમાં પ્રથમ સ્પિનર ​​તરીકે રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે કે ત્રીજા સ્પિનર ​​તરીકે. અત્યાર સુધીની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાની વાત આવે ત્યારે કોચ શાસ્ત્રી, કેપ્ટન કોહલી અને ધોનીને ધ્યાનમાં રાખીને પ્રથમ નામ હશે.

IPL માં પપ્પાની ટીમને હારતા જોઈને ધોનીની પુત્રી જીવા સ્ટેડિયમમાં હાથ જોડીને કરવા લાગી પ્રાર્થના! વાયરલ થયો Video

ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋિષભ પંત (wk), ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.


સ્ટેન્ડબાય: શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર.

માછીમારો થઈ જશે માલામાલ! હવે માછલી પણ ઓનલાઈન, ફોનવાલેની જેમ હવે Fishwale.Com!

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

તંદુરસ્ત રહેવા માટે આ આદતોને તાત્કાલિક બદલો, જાણો પાનખર ઋતુ અને માનવ શરીરને છે શું સંબંધ? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube