મેલબોર્નઃ 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં મહિલા ટી20 વિશ્વકપની શરૂઆત થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે હરમનપ્રીત કૌરની આગેવાનીમાં પોતાના પ્રથમ ટાઇટલ માટે પ્રયાસ કરતી જોવા મળશે, તો 4 વખત આ ટ્રોફી પોતાના નામે કરી ચુકેલી યજમાન ઓસ્ટ્રેલિયા 5માં ટાઇટલ માટે પોતાના ઘર પર વિરોધીએને પછાડવા સજ્જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાની માટે ઓસ્ટ્રેલિયા તૈયાર
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની 7મી એડિશનની યજમાની માટે ઓસ્ટ્રેલિયા તૈયાર છે. દર બે વર્ષે રમાતી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ આ વખતે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે, જેમાં વિશ્વની ટોપ 10 ટીમ ભાગ લેશે. 


બે ગ્રુપ 10 ટીમોઃ 4 શહેરોમાં રમાશે મેચ
આ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે અને તેની તમામ મેચ 4 શહેરો- સિડની, કેનબરા, મેલબોર્ન અને પર્થમાં રમાશે. ગ્રુપ-એઃ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા. ગ્રુપ-બીઃ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, થાઈલેન્ડ. 


જુઓ મહિલા વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ



મેચ તારીખ સ્થળ સમય (ભારતીય)
ઓસ્ટ્રેલિયા વિ ભારત 21 ફેબ્રુઆરી સિડની શોગ્રાઉન્ડ બપોરે 1.30 કલાકે
વેસ્ટ ઇન્ડીઝ વિ થાઇલેન્ડ 22 ફેબ્રુઆરી વાકા, પર્થ બપોરે 12.30 કલાકે
ન્યુ ઝિલેન્ડ વિ શ્રીલંકા 22 ફેબ્રુઆરી વાકા, પર્થ સાંજે 4.30 કલાકે
ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા 23 ફેબ્રુઆરી વાકા, પર્થ સાંજે 4.30 કલાકે
ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા 24 ફેબ્રુઆરી વાકા, પર્થ બપોરે 12.30 કલાકે
ભારત વિ બાંગ્લાદેશ 24 ફેબ્રુઆરી વાકા, પર્થ સાંંજે
ઇંગ્લેન્ડ વિ થાઇલેન્ડ 26 ફેબ્રુઆરી માનુકા ઓવલ, કેનબેરા સવારે 9.30 કલાકે
વેસ્ટ ઇન્ડીઝ વિ પાકિસ્તાન 26 ફેબ્રુઆરી માનુકા ઓવલ, કેનબેરા બપોરે 1.30 કલાકે
ભારત વિ ન્યુઝીલેન્ડ 27 ફેબ્રુઆરી જંકશન ઓવલ, મેલબોર્ન સવારે 9.30 કલાકે
ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ 27 ફેબ્રુઆરી માનુકા ઓવલ, કેનબેરા બપોરે 1.30 કલાકે
દક્ષિણ આફ્રિકા વિ થાઇલેન્ડ 28 ફેબ્રુઆરી માનુકા ઓવલ, કેનબેરા સવારે 9.30 કલાકે
ઇંગ્લેન્ડ વિ પાકિસ્તાન 28 ફેબ્રુઆરી જંકશન ઓવલ, મેલબોર્ન બપોરે 1.30 કલાકે
ન્યૂઝીલેન્ડ વિ બાંગ્લાદેશ 29 ફેબ્રુઆરી જંકશન ઓવલ, મેલબોર્ન સવાારે 5.30 કલાકે
ભારત વિ શ્રીલંકા 29 ફેબ્રુઆરી જંકશન ઓવલ, મેલબોર્ન સવારે 9.30 કલાકે
દક્ષિણ આફ્રિકા વિ પાકિસ્તાન માર્ચ 1 સિડની શોગ્રાઉન્ડ સવારે 9.30 કલાકે
ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ માર્ચ 1 સિડની શોગ્રાઉન્ડ બપોરે 1.30 કલાકે
શ્રીલંકા વિ બાંગ્લાદેશ માર્ચ 2 જંકશન ઓવલ, મેલબોર્ન સવારે 5.30 કલાકે
ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ માર્ચ 2 જંકશન ઓવલ, મેલબોર્ન સવારે 9.30 કલાકે
પાકિસ્તાન વિ થાઇલેન્ડ માર્ચ 3 સિડની શોગ્રાઉન્ડ સવારે 9.30 કલાકે
વેસ્ટ ઇન્ડીઝ વિ દક્ષિણ આફ્રિકા માર્ચ 3 સિડની શોગ્રાઉન્ડ બપોરે 1.30 કલાકે
સેમિફાઇનલ 1: બી 1 વિ એ 2 5 માર્ચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની સવારે 11.30 કલાકે
સેમિફાઇનલ 2: એ 1 વિ બી 2 5 માર્ચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની સાંજે 4.30 કલાકે
ફાઇનલ: ટીબીસી વિ ટીબીસી 8 માર્ચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સાંજે 4.30 કલાકે

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર