સિંગાપુરઃ વર્લ્ડ નંબર-1 તાઇવાનની તાઇ ઝુ યિંગે રવિવારે અહીં સિંગાપુર ઓપનના મહિલા સિંગલ્સ વર્ગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. યિંગે ફાઇનલ મુકાબલામાં વર્લ્ડ નંબર-3 જાપાનની નોજોમી ઓકુહારાને સીધી ગેમમાં 21-19, 21-15થી પરાજય આપ્યો હતો. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ ઓકુહારાએ 355,000 અમેરિકી ડોલર રકમવાળી આ ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં ભારતની પીવી સિંધુને પરાજય આપ્યો હતો, જ્યારે યિંગે જાપાનની અકાને યામાગૂચીને હરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇનલમાં પ્રથમ ગેમમાં બંન્ને ખેલાડીઓ વચ્ચે મોટી ટક્કર થઈ હતી. યિંગે જીતવા માટે ખુબ મહેનત કરવી પડી, પરંતુ અંતિમ ક્ષણોમાં તેને પોતાનો સંયમ ન ગુમાવ્યો અને લીડ મેળવી લીધી હતી. બીજી ગેમમાં તાઇવાનની ખેલાડીએ દેખાડ્યું કે, તે કેમ વર્લ્ડ નંબર-1 છે. 


એક સમયે સ્કોર 10-10થી બરોબર હતો અને લાગતું હતું કે, મેચ ત્રીજી ગેમ સુધી જશે. ત્યારબાદ યિંગે પોતાની રમતમાં સુધાર કર્યો અને વિપક્ષી ખેલાડીને કોઈપણ તક આપ્યા વિના ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. બીજીતરફ થાઈલેન્ડના કે ડેકાપોલ પી અને સૈપસેરી ટી કીની જોડીએ મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. તેણે મલેશિયાના તાન કિએન મેંગ અને લાઇ પેઇ જિંગની જોડીને એકતરફી મેચમાં 21-14, 21-6થી પરાજય આપ્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર