Afghanistan: ક્રિકેટના મેદાન પર આ દેશ સાથે અફઘાનિસ્તાનની ટક્કર થાય તેવું ઈચ્છે છે તાલિબાન
અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાન હવે જલદી ક્રિકેટની મેચ જોવા પણ ઈચ્છે છે.
નવી દિલ્હી: તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. દુનિયાને હવે સૌથી વધુ ચિંતા અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ઓળખ અને તેમના નાગરિકોની ચિંતા થવા લાગી છે. તાલિબાને પોતાના બદલાયેલા સ્વરૂપને દેખાડવા માટે અફઘાનિસ્તાનના ક્રિકેટરો સાથે મુલાકાત કરી. અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાન હવે જલદી ક્રિકેટની મેચ જોવા પણ ઈચ્છે છે.
આ દેશ સાથે મુકાબલામાં છે રસ
તાલિબાને વચન આપ્યું છે કે અફઘાનિસ્તાનમાં ક્રિકેટને સપોર્ટ કરવામાં આવશે. તાલિબાનનું કહેવું છે કે તેમના શાસનમાં અફઘાનોએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ભીડંત કરાવવા માટે તાલિબાની આતંકીઓ ઉત્સુક છે.
Afghanistan: દેશ છોડવાની કોશિશ નિષ્ફળ ગઈ, અત્યાર સુધીમાં કાબુલ એરપોર્ટ પર 20 લોકો માર્યા ગયા
તાલિબાનની હરકતથી નથી થતો ભરોસો
તાલિબાન એવી હરકતોમાં સંડોવાયેલું રહ્યું છે કે તેના પર ભરોસો કરવો મુશ્કેલ છે. તાલિબાની આતંકી પોતાના ખૂંખાર સ્વરૂપ માટે સતત કુખ્યાત રહ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદથી સૌથી પહેલા તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનની અલગ અલગ જેલોમાં બંધ પાકિસ્તાનની તહરીક એ તાલિબાન સંલગ્ન આતંકીઓને છોડી મૂક્યા. આ પગલાંથી તેમની વિચારધારાનું ઝેર પણ સામે આવ્યું.
Afghanistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાલિબાન પર ભરોસો છે? જાણો શું આપ્યો જવાબ
અઝીઝુલ્લાહ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમન
તાલિબાને અઝીઝુલ્લાહ ફાઝલીને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન નિયુક્ત કર્યા છે. તાલિબાન સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન હશમતુલ્લા શાહિદી, પૂર્વ ક્રિકેટ બોર્ડ સિલેક્શન સમિતિના અધ્યક્ષ અસદુલ્લા અને નૂર અલી જદરાને ભાગ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube