IPL Auction 2022: મેગા ઓક્શન સમાપ્ત, ફ્રેન્ચાઇઝીઓએ 550 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, કુલ 204 ખેલાડી વેચાયા
IPL Mega Auction 2022: હવે બીજા દિવસે ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, જોફ્રા આર્ચર અને માર્ટિન ગુપ્ટિલ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ પર તમામ ટીમની નજર રહેશે. તમામ 10 ટીમ આ ખેલાડીઓ પર મોટો દાવ લગાવી શકે છે.
બેંગલોરઃ TATA IPL Auction: આઈપીએલ-2022ની મેગા હરાજી હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પોતાની રણનીતિ બનાવીને ઓક્શનમાં ઉતરેલી દરેક ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ બનાવી લીધી છે. જુઓ કઈ ટીમમાં ક્યા ખેલાડી સામેલ થયા છે.
IPL Auction Day 2 Live Updates
- અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યો.
- એવિન લુઈસને લખનઉ સુપર જાયન્ટ્સે બેઝ પ્રાઇઝ બે કરોડમાં ખરીદ્યો
- કોલકત્તા નાઇટ રાઇડર્સે એલેક્સ હેલ્સને 1.50 કરોડની બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો
- કર્ણ શર્માને આરસીબીએ 50 લાખમાં ખરીદ્યો
- લુંગી એન્ગિડીને દિલ્હી કેપિટલ્સે 50 લાખમાં ખરીદ્યો
- જેમ્સ નીશમ બીજા રાઉન્ડમાં પણ અનસોલ્ડ
- ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન ચેન્નઈમાં સામેલ, ટીમે 3.60 કરોડમાં ખરીદ્યો
- વિષ્ણુ વિનોદને સનરાઇઝર્સ હૈદરાબાદે 50 લાખમાં ખરીદ્યો
- રિદ્ધિમાન સાહાને ગુજરાત ટાઈટન્સે 1.90 કરોડમાં ખરીદ્યો
- ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અનસોલ્ડ
- ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યૂ વેડને ગુજરાતે ખરીદ્યો, 2.40 કરોડ રૂપિયા આપ્યા
- શાકિબ અલ-હસન બીજા રાઉન્ડમાં અનસોલ્ડ
- ઈંગ્લેન્ડના વિકેટકીપર સેમ બિલિંગ્સને કોલકત્તાએ બે કરોડમાં ખરીદ્યો
- ગુજરાત ટાઈટન્સે ત્રણ કરોડ રૂપિયામાં સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટર ડેવિડ મિલરને પોતાની ટીમમાં સામેલ કર્યો.
- વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ ગુજરાત તરફથી રમશે, ટાઈટન્સે 2.40 કરોડમાં ખરીદ્યો
- ફાસ્ટ બોલર શેન અબોટને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.40 કરોડમાં ખરીદ્યો
- સૌરાષ્ટ્રના ખેલાડી પ્રેરક માંકડની આઈપીએલમાં એન્ટ્રી, પંજાબ કિંગ્સે 20 લાખમાં ખરીદ્યો
- સિંગાપુરના ક્રિકેટર ટિમ ડેવિડને મુંબઈ ઈન્ડિયન્સે 8.25 કરોડમાં ખરીદ્યો
- મુંબઈ ઈન્ડિયન્સે ટાઇમલ મિલ્સને 1.50 કરોડમાં ખરીદ્યો
- ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડન મિલ્નને ચેન્નઈએ 1.90 કરોડમાં ખરીદ્યો
- વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડને મળી મોટી રકમ, 7.75 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો
- ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સેન્ટરનને ચેન્નઈએ 1.90 કરોડમાં ખરીદ્યો
- ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સને મુંબઈએ 2.60 કરોડમાં ખરીદ્યો
- વેસ્ટ ઈન્ડિઝના શેરફન રુધરફોર્ડને આરસીબીએ 1 કરોડમાં લીધો
- ડિવાઇન પ્રીટોરિયસને ચેન્નઈએ 50 લાખમાં ખરીદ્યો
- ઈંગ્લેન્ડનો જ્યોર્જ ગોર્ટન અનસોલ્ડ
- રિષિ ધવનને 55 લાખમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો
- જોફ્રા આર્ચરની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી, 8 કરોડ આપીને ટીમે કર્યો સામેલ. આઈપીએલ 2022ની સીઝનમાં નહીં રમે જોફ્રા.
- કરૂણ નાયર અનસોલ્ડ
- ઓપનર ઈવિન લુઈસ અને એલેક્સ હેલ્સ અનસોલ્ડ
- ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેની આઈપીએલમાં એન્ટ્રી, ચેન્નઈએ 1 કરોડમાં ખરીદ્યો
- વિન્ડીઝના ફીન એલેનને બેંગલોરે 80 લાખમાં ખરીદ્યો
- કુલદીપ સેન અનસોલ્ડ
- મુજતુબા યૂસુફ અનસોલ્ડ
- સિમરનજીત સિંહને ચેન્નઈએ 20 લાખમાં ખરીદ્યો
- યશ દયાલને ગુજરાતે 3.20 કરોડમાં ખરીદ્યો
- અરઝાન નાગસવાલા અનસોલ્ડ
- સંજય યાદવને મુંબઈએ 50 લાખમાં ખરીદ્યો
- અન્ડર-19 સ્ટાર વિક્કી ઓસ્તવાલ અનસોલ્ડ
- દર્શન નલકાંડેને ગુજરાતે 20 લાખમાં ખરીદ્યો
- અનુકુલ રોયને કોલકત્તાએ 20 લાખમાં ખરીદ્યો
- મહિપાલ લોમરોરને બેંગલોરે 95 લાખમાં ખરીદ્યો
- 19 વર્ષીય તિલક વર્માને મુંબઈએ 1.70 કરોડમાં ખરીદ્યો
- અન્ડર-19 વિશ્વ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન યશ ધુલને 50 લાખમાં ખરીદ્યો
- લલિત યાદવને દિલ્હીએ 65 લાખ તો રિપલ પટેલને 20 લાખમાં ખરીદ્યો
- અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા અનસોલ્ડ
- કર્ણ શર્મા અનસોલ્ડ
- ઈશ સોઢી અનસોલ્ડ
- શ્રીલંકન સ્પિનર મહેશ તીક્ષણાને 70 લાખમાં લીધો
- સ્પિનર શાહબાઝ નદીમને લખનઉએ 50 લાખમાં ખરીદ્યો
- તરબેઝ શમ્સી અનસોલ્ડ
- મયંક માર્કેંન્ડેને મુંબઈએ 65 લાખમાં ખરીદ્યો
- ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઇલ અનસોલ્ડ
- જયદેવ ઉનડકટ હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે, 1.30 કરોડમાં વેચાયો
- વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ અનસોલ્ડ
- રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે નવદીપ સૈની, 2.60 કરોડમાં ખરીદ્યો
- સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા પર લાગી મોટી બોલી, દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ખરીદ્યો
- દુષ્મંકા ચમીરાને બે કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો
- ફાસ્ટ બોલર ખલીલ અહમદને દિલ્હી કેપિટલ્સે 5.25 કરોડમાં ખરીદ્યો
- ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અનસોલ્ડ
- શિવમ દુબેને ચેન્નઈ સુપર કિંગ્સે 4 કરોડમાં ખરીદ્યો
- આફ્રિકાના યુવા બોલર માર્કો જેસનને સનરાઇઝર્સ હૈદરાબાદે 4.20 કરોડમાં ખરીદ્યો
- વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ઓડીન સ્મિથ બની ગયો કરોડપતિ, 6 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો
- ઓલરાઉન્ડર વિજય શંકર 1.40 કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો
- જયંત યાદવને ગુજરાત ટાઈટન્સે 1.70 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
- ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર જિમી નીશમ અનસોલ્ડ
- પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂપિયામાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદ્યો
- મનદીપ સિંહને એક કરોડ 10 લાખમાં દિલ્હીએ ખરીદ્યો
- ઈયોન મોર્ગન, ડેવિડ મલાન, ચેતેશ્વર પુજારા, માર્નસ લાબુશેન, સૌરભ તિવારી અને આરોન ફિન્ચ અનસોલ્ડ.
- અજિંક્ય રહાણેને મળી નવી ટીમ, કોલકત્તાએ એક કરોડમાં ખરીદ્યો
-એડન માર્કરમને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો
બીજા દિવસે આ ખેલાડીઓ પર રહેશે નજર
ભારતીય: ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, એસ શ્રીસંત, પીયૂષ ચાવલા, જયંત યાદવ, જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પૂજારા, શિવમ દુબે, વિજય શંકર, હનુમા વિહારી, મુરલી વિજય, યશ ધૂલ અને અર્જુન તેંડુલકર.
વિદેશી: જોફ્રા આર્ચર, ડેવિડ મલાન, સાકિબ મહમૂદ, એરોન ફિન્ચ, ઓન મોર્ગન, જીમી નીશમ, ટિમ સાઉથી, કોલિમ મુનરો, માર્નસ લાબુશેન, લિયામ લિવિંગસ્ટોન, ઓડિન સ્મિથ, ડેવોન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, ફેબિયન એલન, લુંગી એનગિડી.
પ્રથમ દિવસે 23 ખેલાડીઓને ન મળ્યું કોઈ ખરીદદાર
પ્રથમ દિવસે કુલ 97 ખેલાડીઓ પર સટ્ટો રમાયો હતો. જેમાં તમામ 10 ટીમોએ મળીને 20 વિદેશી ખેલાડીઓ સહિત 74 ખેલાડીઓને ખરીદ્યા હતા. 23 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. પ્રથમ દિવસે તમામ ટીમોએ કુલ 388 કરોડ અને 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા બાકી
પંજાબ કિંગ્સના પર્સમાં 28 કરોડ, 65 લાખ રૂપિયા બાકી
મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં 27 કરોડ 85 લાખ રૂપિયા બાકી
ચેન્નાઈ સુપર કિંગ્સના પર્સમાં 20 કરોડ, 45 લાખ રૂપિયા બાકી
હૈદરાબાદ ટીમના પર્સમાં 20 કરોડ, 15 લાખ રૂપિયા બાકી
ગુજરાત ટાઇટન્સના પર્સમાં 18 કરોડ, 85 લાખ બાકી
દિલ્હી કેપિટલ્સના પર્સમાં 16 કરોડ, 50 લાખ બાકી
કોલકાતા ટીમના પર્સમાં 12 કરોડ, 65 લાખ રૂપિયા બાકી
રાજસ્થાન રોયલ્સના પર્સમાં 12 કરોડ, 15 લાખ રૂપિયા બાકી
બેંગલુરુ ટીમના પર્સમાં 9 કરોડ, 25 લાખ રૂપિયા બાકી
લખનઉ ટીમના પર્સમાં 6 કરોડ, 90 લાખ બાકી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube