બેંગલુરૂઃ નવી દિલ્હી: IPLની મેગા ઓક્શનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઇઝી પોતાની રણનીતિ બનાવી બેંગલુરૂમાં પહોંચી ગઈ છે. આજથી બે દિવસ એટલે કે 12 અને 13 ફેબ્રુઆરી આઈપીએલની હરાજી યોજાવાની છે. તેના માટે ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ સામે આવી ગયું છે. આ વખતે મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ ઉતરશે. જ્યારે, 10 ટીમો પાસે કુલ 217 સ્લોટ ખાલી છે. આ વખતે મેગા ઓક્શન માટે 19 દેશોના 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 590 ખેલાડીઓને અંતિમ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં યોજાનાર IPL ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકશે. IPL ઓક્શનમાં સોથી પહેલા 10 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવાશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગશે. ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની પહેલી સીઝનમાં કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે તેના પર તમામ લોકોની નજર છે. આઈપીએલ હરાજીના તમામ લાઇવ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TATA IPL Auction  Updates


- આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શન કરનાર આવેશ ખાનને 10 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો. 


- બાસિલ થંપીને 30 લાખમાં મુંબઈએ ખરીદ્યો


- જિતેશ શર્માને 20 લાખમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો


- સૌરાષ્ટ્રના વિકેટકીપર/બેટર શેલ્ડન જેક્સનને કોલકત્તાએ 60 લાખમાં ખરીદ્યો


- અનુજ રાવતને 3.40 કરોડમાં આરસીબીએ ખરીદ્યો

- શ્રીકર ભરતને દિલ્હીએ બે કરોડમાં ખરીદ્યો


- આરસીબીએ શાહબાઝ અહમદને 2.4 કરોડમાં ખરીદ્યો


- રાહુલ તેવતિયાને ગુજરાત ટાઈટન્સે 9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો


- ફાસ્ટ બોલર શિવમ માવીને 7.25 કરોડમાં કોલકત્તાએ પોતાની ટીમમાં સામેલ કર્યો


- પંજાબ કિંગ્સે શાહરૂખ ખાનને 9 કરોડમાં ખરીદ્યો


- અભિષેક શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.50 કરોડમાં ખરીદ્યો


- દિલ્હી કેપિટલ્સે સરફરાઝ ખાનને 20 લાખમાં ખરીદ્યો


- રિયાન પરાગને 3.80 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

- રાહુલ ત્રિપાઠી પર ધનવર્ષા, 8.50 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો


- અન્ડર-19 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા ડિવોલ્ડ બ્રેવિસે મુંબઈ ઈન્ડિયન્સે 3 કરોડમાં ખરીદ્યો

- અનકેપ્ડ અભિનવ સદારંગાણીને ગુજરાત ટાઈટન્સે 2.60 કરોડમાં ખરીદ્યો, 20 લાખની બેઝ પ્રાઇઝ હતી 

- અનુભવી સ્પિનર અમિત મિશ્રા અનસોલ્ડ


- ભારતના સ્ટાર લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને રાજસ્થાન રોયલ્સે 6.50 કરોડમાં ખરીદ્યો

- લેગ સ્પિનર રાહુલ ચાહરને પંજાબ કિંગ્સે 5.25 કરોડમાં ખરીદ્યો


- ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પા અનસોલ્ડ


- કુલદીપ યાદવને દિલ્હી કેપિટલ્સે માત્ર બે કરોડમાં ખરીદ્યો


- ઈમરાન તાહિર અનસોલ્ડ


- અફઘાનિસ્તાનનો સ્પિનર મુઝીબ ઝાદરાન અનસોલ્ડ


- ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ અનસોલ્ડ


- મુસ્તફીઝુર રહમાનને બે કરોડમાં દિલ્હીએ ખરીદ્યો

- લોર્ડ શાર્દુલ ઠાકુરને લાગી લોટરી, દિલ્હી કેપિટલ્સે 10.75 કરોડમાં ખરીદ્યો


- ભુવનેશ્વર કુમારને સનરાઇઝર્સ હૈદરાબાદે 4.20 કરોડમાં ખરીદ્યો


- ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને મળી મોટી રકમ, માર્ક વુડને 7.50 કરોડમમાં લખનઉએ ખરીદ્યો


- ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ આરસીબી તરફથી રમશે, ટીમે 7.75 કરોડમાં ખરીદ્યો


- ગુજરાત ટાઈટન્સમાં ધમાલ મચાવશે લોકી ફર્ગ્યૂસન, 10 કરોડમાં ટીમે ખરીદ્યો


- પ્રસિદ્ધ કૃષ્ણાને રાજસ્થાન રોયલ્સે 10 કરોડમાં ખરીદ્યો

- દીપક ચાહર બની ગયો કરોડપતિ. ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડની મોટી રકમ આપી પોતાની ટીમમાં સામેલ કર્યો. 


- ટી. નટરાજનને મળી મોટી રકમ, સનરાઇઝર્સ હૈદરાબાદે 4 કરોડમાં પોતાની ટીમમાં કર્યો સામેલ


- વિન્ડીઝના આક્રમક બેટર/વિકેટકીપર નિકોલસ પૂરનને હૈદરાબાદે 10.75 કરોડમાં ખરીદ્યો


- વિકેટકીપર સેમ બિલિંગ્સ અનસોલ્ડ


- દિનેશ કાર્તિકને આરસીબીએ 5.50 કરોડમાં ખરીદ્યો

- જોની બેયરસ્ટોને પંજાબ કિંગ્સે 6.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો


- આઈપીએલ ઓક્શન 2022નો સૌથી મોંઘો ખેલાડી બન્યો ઈશાન કિશન, 15.25 કરોડ રૂપિયામાં મુંબઈએ ખરીદ્યો, આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો કિશન

- અંબાતી રાયડૂને ચેન્નઈ સુપર કિંગ્સે 6.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો


- ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટર મેથ્યૂ વેડ અનસોલ્ડ


- ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અનસોલ્ડ


- ઓલરાઉન્ડર મિચેલ માર્શને દિલ્હી કેપિટલ્સે 6.50 કરોડમાં ખરીદ્યો

- કૃણાલ પંડ્યાને લખનઉ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં ખરીદ્યો


- યુવા સ્પિનર વોશિંગટન સુંદર પર થઈ ધનવર્ષા, 8.75 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો

- શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને મળી મોટી રકમ, આરસીબીએ 10.75 કરોડમાં પોતાની ટીમમાં કર્યો સામેલ 


ફરી હરાજી થઈ શરૂ
આઈપીએલ ઓક્શનરને મેડિકલ ઇમરજન્સી આવ્યા બાદ ઓક્શનમાં બ્રેક લેવામાં આવ્યો હતો. હવે ફરી ઓક્શન શરૂ થઈ ગઈ છે. 


હરાજી વચ્ચે મેડિકલ ઇમરજન્સી
આઈપીએલ ઓક્શન દરમિયાન અચાનક મેડિકલ ઇમરજન્સીની જરૂર પડી છે. ઓક્શનર Hugh Edmeades હરાજી ચાલી રહી હતી ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા છે. આ કારણે હરાજીમાં લંચ બ્રેક લઈ લેવામાં આવ્યો છે. 


બીજા રાઉન્ડની હરાજી શરૂ


- દીપક હુડ્ડાને લખનઉ સુપર જાયન્ટ્સે 5.75 કરોડમાં ખરીદ્યો


- ઓલરાઉન્ડર હર્ષલ પટેલ ફરી આરસીબીમાં જોવા મળશે, 10.75 કરોડની મોટી રકમ આપી ખરીદ્યો


- શાકિબ અલ-હસનને કોઈ ખરીદદાર મળ્યું નહીં


- જેસન હોલ્ડર પર થયો રૂપિયાનો વરસાદ, લખનઉ સુપર જાયન્ટ્સે 8.75 કરોડમાં ખરીદ્યો


- ઓલરાઉન્ડર નીતિશ રાણાને કોલકત્તાએ 8 કરોડની મોટી રકમ આપી ખરીદ્યો


- ચેન્નઈ સુપર કિંગ્સે 4.40 કરોડમાં ડ્વેન બ્રાવોને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો

- સ્ટીવ સ્મિથ ન વેચાયો


- સુરેશ રૈનાને કોઈ ખરીદદાર મળ્યું નહીં


- ઓપનર દેવદત્ત પડિક્કલને 7.75 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો


- ડેવિડ મિલરને કોઈ ખરીદદાર ન મળ્યું


- ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો


- વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટર શિમરોન હેટમાયરને 8.50 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

- મનીષ પાંડેને 4.60 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો


હરાજીનો પ્રથમ રાઉન્ડ પૂરો
આઈપીએલ 2022ની હરાજીનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. માર્કી ખેલાડીઓના લિસ્ટમાં સામેલ તમામ 10 ખેલાડીઓને મોટી રકમ મળી છે. સૌથી વધુ પૈસા શ્રેયસ અય્યરને 12.25 કરોડ રૂપિયા મળ્યા છે. તો ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો ફાફ આરસીબીમાં અને ડિ કોક લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. 

- વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સને 6.25 કરોડમાં ખરીદ્યો


- લખનઉ સુપર જાયન્ટ્સે ક્વિન્ટન ડી કોકને 6.75 કરોડમાં ખરીદ્યો 

- આફ્રિકાના બેટર ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ 7 કરોડમાં ખરીદ્યો


- મોહમ્મદ શમીને ગુજરાત ટાઈટન્સે 6.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો


- શ્રેયસ અય્યરને કોલકત્તા બનાવશે કેપ્ટન! 12.25 કરોડમાં ખરીદ્યો


- ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે 8 કરોડમાં ખરીદ્યો

- કગિસો રબાડાને મળી નવી ટીમ, પંજાબ કિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો


- ફાસ્ટ બોલર પેટ કમિન્સને  કોલકત્તા નાઇટ રાઇડર્સે 7 કરોડ 25 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો

- રવિચંદ્રન અશ્વિનને 5 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

- શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.25 કરોડમાં ખરીદ્યો


228 કેપ્ડ અને 335 અનકેપ્ડ ખેલાડીઓ ઓક્શનમાં..
590 ખેલાડીઓમાંથી 228 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા (કેપ્ડ) છે. જ્યારે, 335 અનકેપ્ડ ખેલાડીઓ છે, એટલે કે, આ ખેલાડીઓ પાસે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નથી. સાત ખેલાડીઓ સહયોગી દેશો (નેપાળ, સ્કોટલેન્ડ જેવા દેશો)ના છે. આઈપીએલની આ 15મી સંસ્કરણ હશે. બે દિવસ સુધી ચાલનારા મેગા ઓક્શનમાં આ વખતે ઘણા નવા ખેલાડીઓની હરાજી થતી જોવા મળશે.


દેશ ઓક્શનમાં કેટલા ખેલાડી
અફગાનિસ્તાન 17
ઓસ્ટ્રેલિયા 47
બાંગ્લાદેશ     5
ઈંગ્લેન્ડ 24
આયરલેન્ડ 5
ન્યૂઝીલેન્ડ     24
દક્ષિણ આફ્રિકા 33
શ્રીલંકા 23
વેસ્ટઈન્ડિઝ 34
ઝિમ્બાબ્વે 1

ઉપલબ્ધ રહેનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા નામ 
રિપોર્ટ મુજબ પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા, બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા, રૂ. 2 કરોડ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા, રૂ. 2 કરોડ), ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા, રૂ. 2 કરોડ), ફાફ ડુ પ્લેસીસ (દક્ષિણ આફ્રિકા, રૂ. 2 કરોડ) અને માર્ક વુડ (ઇંગ્લેન્ડ, રૂ. 2 કરોડ). ફાસ્ટ બોલર વુડ ગયા વર્ષની હરાજીમાં નહોતો.


યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ
આ યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ સામેલ છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, દેવદત્ત પડિકલ અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય દિનેશ કાર્તિક, ભુનેશ્વર કુમાર, અંબાતી રાયડુ, કૃણાલ પંડ્યા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રોબિન ઉથપ્પા અને શાર્દુલ ઠાકુર પણ છે. આ તમામની બ્રેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.


દરેકના પર્સમાં કેટલા રૂપિયા:
ચેન્નાઈ સુપર કિંગ્સ 48 કરોડ, દિલ્હી કેપિટલ્સ 47.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ 48 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ 59 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ 48 કરોડ, પંજાબ કિંગ્સ 72 કરોડ, રાજસ્થાન રોયલ્સ 62 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 57 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ 68 કરોડ, ગુજરાત ટાઇટન્સ 52 કરોડ


કઈ ટીમે કયા ખેલાડીઓને કર્યા રીટેન 
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી.
દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોર્ટજે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણ.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ.
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિક.
લખનૌ: કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ.
અમદાવાદઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube