ભારતીય પ્રશંસકો માટે એક ખુશખબરી સામે આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશાનને મોકો આપવામાં આવ્યો છે. ઘરેલૂ ક્રિકેટમાં તાબડતોડ રન વરસાવનાર ખૂંખાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશાન પર સેલેક્ટર્સે ભરોસો જતાવ્યો છે. જોકે, ઈશાન કિશાનને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની થઈ જાહેરાત
ઋતુરાજ ગાયકવાડ સિવાય 15 સભ્યોવાળી ટીમમાં અન્ય ઓપનિંગ બેટ્સમેનોમાં અભિમન્યુ આશ્વરન અને સાઈ સુદર્શનને પણ પણ સામેલ કરવામાં આવ્યો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં રિઝર્વ ઓપનરની જરૂર પડી શકે છે, કારણ કે રોહિત શર્મા અંગત કારણોસર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે મેચમાંથી એક મેચ ગુમાવી શકે છે.


ઇશાન કિશનને મળી તક
ઓસ્ટ્રેલિયા A સામે ભારતીય A ટીમનો આ પ્રવાસ કેટલાક ખેલાડીઓને બેકઅપ તરીકે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થવાની સારી તક આપી શકે છે. દેવદત્ત પડિકલ, બી ઈન્દ્રજીત અને રિકી ભુઈ ભારત A ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન હશે. જ્યારે અભિષેક પોરેલ અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નીતીશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન અને માનવ સુથાર ટીમના ઓલરાઉન્ડર હશે.


ખલીલ અહેમદ અને યશ દયાલનો પણ સમાવેશ
આ સાથે જ ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ અને યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 29 વર્ષીય ઇશ્વરન પહેલા પણ 2022માં બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતની ટેસ્ટ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ઉપરાંત, તે આ ઘરેલૂ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે દુલીપ ટ્રોફીમાં બે સદી અને ઈરાની ટ્રોફીમાં એક સદી ફટકારી હતી. રણજી ટ્રોફીમાં પણ તેણે સદીની શરૂઆત કરી હતી. 23 વર્ષીય સુદર્શને ઓગસ્ટમાં ઇંગ્લિશ કાઉન્ટી સરે માટે સદી ફટકારી હતી. ત્યારબાદ દુલીપ ટ્રોફીમાં બીજી સદી ફટકારી. દિલ્હીમાં તમિલનાડુ સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં પણ બેવડી સદી ફટકારી છે.


નીતિશે ઈજામાંથી કરી વાપસી
21 વર્ષીય ઓલરાઉન્ડર નીતીશે આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત માટે હર્નીયાથી સ્વસ્થ થયા બાદ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને હાલમાં તે ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમનો રિઝર્વ ખેલાડી છે. ભારતીય પસંદગીકારો તેને પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે જોઈ રહ્યા છે જે વધુ અનુભવ અને અવસરો સાથે સુધાર કરી શકે છે.


નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે ભારત
ઈન્ડિયા એ ની ટીમ 31 ઓક્ટોબરથી મેકોપમાં અને 7 નવેમ્બપથી મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ બે ચાર દિવસીય મેચ રમશે. ત્યારબાદ તે 15થી 17 નવેમ્બરની વચ્ચે પર્થમાં ભારતીય ટીમ વિરુદ્ધ એક વાર્મ અપ મેચ રમશે. ત્યારબાદ 22 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ શરૂ થશે.