Ind Vs Zim 2nd ODI Match: ટીમ ઇન્ડિયાએ બીજી મેચમાં જીત મેળવી ઝિમ્બાબ્વે સામે વન-ડે સીરિઝ પણ પોતાને નામ કરી લીધી છે. શનિવારના હરારેમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમ ઇન્ડિયા 5 વિકેટના નુકસાન પર પ્રાપ્ત કર્યો છે. 5 વિકેટથી મળેલી આ જીત સાથે ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ 2-0 થી લીડ બનાવી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો દીપક હુડ્ડા (25 રન) અને સંજૂ સેમસન (43 રન) રહ્યો. જેમણે શરૂઆતી વિકેટ નુકસાન બાદ ટીમ ઇન્ડિયાની ઇંનિંગને સંભાળી અને પછી જીતાડી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં પોતાની શરૂઆતની ચાર વિકેટ માત્ર 97 રનના સ્કોર પર ગુમાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચે 56 રનની ભાગીદારી બની, દીપક આઉટ થયો પરંતુ સંજૂ સેમસન અંત સુધી રમ્યો હતો.


ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, એશિયા કપમાંથી બહાર થયો પાકિસ્તાનનો આ ઘાતક ખેલાડી


આ વખતે શિખર ધવનની સાથે કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે એક જ રન બનાવી શક્યો. શિખર ધવન આ વખત 33 રન બનાવી શક્યો હતો. જ્યારે શુભમન ગિલ પણ 33 રન પર આઉટ થઈ ગયો હતો. ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન ઇશાન કિશન 6 રન બનાવી આઉટ થયો હતો.


આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે સીરિઝ પર 2-0 ની લીડ બનાવી છે. ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ 10 વિકેટથી અને બીજી મેચ 5 વિકેટથી પોતાના નામે કરી. ત્રીજી વન-ડે 22 ઓગસ્ટ (સોમવાર) ના રમાશે.


ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે ઝૂલન ગોસ્વામી, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં હશે અંતિમ મેચ


ઝિમ્બાબ્વે સામે સતત 14 મી જીત
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ઘણા ઓછા વન-ડે મુકાબલા યોજાય છે. ઝિમ્બાબ્વેએ છેલ્લી વખત ભારતીય ટીમને 2010 માં હરાવી હતી. ત્યારબાદ અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 14 મેચ રમાઈ હતી અને તમામ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ છે. જો ઓવરઓલ રેકોર્ડ જોઈએ તો બંને ટીમો વચ્ચે કુલ 65 વન-ડે મેચ રમાઈ છે. તેમાં 53 માં ટીમ ઇન્ડિયાને જીત મળી છે જ્યારે 10 મેચ ઝિમ્બાબ્વે જીતી છે. 2 મેચ ટાઈ પણ થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube