Ind vs Eng: આ 3 ખેલાડીઓના લીધે મુસીબતમાં મુકાઇ ટીમ ઇન્ડીયા, કરવો પડ્યો હારનો સામનો
એજબેસ્ટન ટેસ્ટમાં હવે ટીમ ઇન્ડીયાને હારનો સામનો કરવો પડ્યો છે. મેચની શરૂઆતના ત્રણ દિવસ સુધી જીતની સૌથી મોટી દાવેદાર ગણાતી ટીમ ઇન્ડીયાને ચોથા દિવસની રમત બાદ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડીયાની આ ખરાબ હાલત પાછળ ત્રણ ખેલાડીઓનો સૌથી મોટો હાથ છે.
India vs England 5th Test: એજબેસ્ટન ટેસ્ટમાં હવે ટીમ ઇન્ડીયાને હારનો સામનો કરવો પડ્યો છે. મેચની શરૂઆતના ત્રણ દિવસ સુધી જીતની સૌથી મોટી દાવેદાર ગણાતી ટીમ ઇન્ડીયાને ચોથા દિવસની રમત બાદ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડીયાની આ ખરાબ હાલત પાછળ ત્રણ ખેલાડીઓનો સૌથી મોટો હાથ છે. આ ખેલાડી મેચની બીજી ઇનિંગમાં બિલકુલ ફ્લોપ રહ્યા. આ ખેલાડીઓએ પહેલી ઇનિંગમાં પણ નિરાશ કર્યા હતા.
સૌથી નકામા સાબિત થયા આ ખેલાડી
ટીમ ઇન્ડીયના ટોપ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીએ આ મેચમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. તે આ મેચની બંને ઇનિંગમાં ફ્લોપ રહ્યા. તે પહેલી ઇનિંગમાં 20 રન બનાવીને આઉટ થઇ ગયા હતા, તો બીજી ઇનિંગમાં 11 રન જ બનાવી શક્યા. એટલું જ નહી હનુમા વિહારીએ મેચના ચોથા દિવસે સ્લિપમાં ઇગ્લેંડના ખતરનાક બેટ્સમેન જોની બેયરસ્ટોનો કેચ છોડી દીધો હતો. જોની બેયરસ્ટોએ 114 રન ફટકારી અણનમ રહ્યા હતા અને જો રૂટે 142 રન ફટકારી શાનદાર ઇનિંગ રમી હતી. બંને ખેલાડી અણનમ રહ્યા હતા અને મેચને જીતમાં તબદીલ કરી હતી.
END vs IND: એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય, રેકોર્ડ રનચેઝ કરી ભારતને 7 વિકેટે હરાવ્યું
સિલેક્ટર્સના વિશ્વાસ પર ખરા ઉતર્યા નહી ઐય્યર
આ મેચમાં મયંક અગ્રવાલ જેવા બેટ્સમેનને બહાર કરીને શ્રેયસ ઐય્યરને પ્લેઇંગ XI માં તક મળી હતી, પરંતુ શ્રેયસ ઐય્યર ટીમના આ વિશ્વાસ પર ખરા ઉતર્યા નહી. ઐય્યર અ મેચની પહેલી ઇનિંગમાં 15 રન બનાવીને આઉટ થઇ ગયા, જ્યારે બીજી ઇનિંગમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. શ્રેયર ઐય્યર પર લોઅલ ઓર્ડરમાં ટીમની બેટીંગ સંભાળવાની મોટી જવાબદારી હતી, પરંતુ તે બંને ઇનિંગમાં ઝઝૂમતા જોવા મળ્યા.
ઈંગ્લેન્ડના ફેન્સે ફરી કર્યું આ શરમજનક કૃત્ય, મેચના ચોથા દિવસે બની આ ઘટના
આ ઓલરાઉન્ડરે તકને વેડફી
ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઘાતક બોલીંગ સાથે સાથે વિસ્ફોટક બેટ્સમેન પણ ગણાય છે. જો આ ટેસ્ટમાં તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે. શાર્દુલ ઠાકુરે આ મેચની પ્રથમ ઇનિંગમાં 1 રન જ બનાવી શક્યા હતા. બીજી ઇનિંગમાં 4 રનના સ્કોર પર જ પોતાના વિકેટ ગુમાવી બેઠ્યા. તો બીજી તરફ બોલીંગમાં તે આ મેચમાં અત્યાર સુધી 1 જ વિકેટ પ્રાપ્ત કરી શક્યા છે. બીજી ઇનિંગમાં તેમને એક પણ સફળતા મળી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube