IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર
IND vs AUS: ભારતીય ક્રિકેટ બોર્ડે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી અને ચોથી ટેસ્ટ તથા ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં 10 વર્ષ બાદ જયદેવ ઉનડકટની વાપસી થઈ છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની (IND vs AUS)જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ પછી, બંને ટીમો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું કે રોહિત પારિવારિક કારણોસર સીરિઝની પ્રથમ મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. આ સાથે બીસીસીઆઈએ અંતિમ બે ટેસ્ટ માટે પણ ટીમ જાહેર કરી છે.
જયદેવ ઉનડકટને મળી જગ્યા
2013માં ભારત માટે છેલ્લી વનડે રમનાર જયદેવ ઉનડકટને આ શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઉનડકટે ભારત માટે 7 વનડે રમી છે. જેમાં તેની 8 વિકેટ છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાની પણ ટીમમાં વાપસી થઈ છે. એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર રહેલો અય્યર પણ વાપસી કરી ચૂક્યો છે.
જાડેજાની બોલિંગ જોઈ ગાંડું થયું ઓસ્ટ્રેલિયા, હાલત એવી થઈ તુ ચલ મેં આયા...!
વનડે સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (ડબલ્યુકે), હાર્દિક પંડ્યા (વીસી), આર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર. , અક્ષર પટેલ , જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.
જાડેજાની બોલિંગ જોઈ ગાંડું થયું ઓસ્ટ્રેલિયા, હાલત એવી થઈ તુ ચલ મેં આયા...!