સેનાના સન્માનમાં ટીમ ઈન્ડિયાએ પહેરી આર્મી કેપ, શાહિદ અફરીદીએ ઉડાવી મજાક
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની સાથે રાંચીમાં રમાયેલા ત્રીજા વનડેમાં ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનોના સન્માનમાં આર્મી કેપ પહેરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની સાથે રાંચીમાં રમાયેલા ત્રીજા વનડેમાં ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનોના સન્માનમાં આર્મી કેપ પહેરી હતી. એટલું જ નહીં, પોતાની મેચ ફી રાષ્ટ્રીય રક્ષા કોષમાં દાન કરી દીધી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના પર આપત્તિ વ્યક્ત કરતા આઈસીસીને તેની ફરિયાદ કરી હતી. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ આર્મી કેપ પહેરવાના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમ વિરુદ્ધ આઈસીસી પાસે કાર્યવાહીની માગ કરી હતી. ચૌધરીએ ભારતીય ટીમ પર રમતનું રાજનીતિકરણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
પરંતુ પાકિસ્તાનની ફરિયાદથી ભારતીય ક્રિકેટ ટીમ કે બોર્ડને કોઈ નુકસાન ન થયું. આઈસીસીએ કહ્યું કે, ભારતીય ટીમે દેશના સૈન્ય દળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સૈનિકો જેવી ટોપી પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી.
પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ અફરીદીએ ટીમ ઈન્ડિયા દ્વારા આર્મી કેપ પહેરવા પર તેની મજાક ઉડાવવામાં આવી છે. સોમવારે નેશનલ સ્ટેડિયમ કરાચીમાં લાહોર કલંદર્સ પર જીત મેળવ્યા બાદ અફરીદીએ મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન આ વાત કરી હતી. પત્રકારોએ જ્યારે અફરીદી પાસેથી પ્રતિક્રિયા લેવી જોઈએ તો ટીમના મેનેજર નદીમ ખાને તત્કાલ હસ્તક્ષેપ કર્યો અને પત્રકારોને ક્રિકેટ સાથે સંબંધિત સવાલ પૂછવાનો આગ્રહ કર્યો હતો. પત્રકારોના સવાલ પર વિરોધ નોંધાવ્યો પરંતુ આ વચ્ચે અફરીદીએ હાસ્યાસ્પદ ટીપ્પણી કરી હતી. અફરીદીએ કહ્યું, કેપ પહેરી તો ઉતારી પણ દીધી.