IND vs NZ: વિરાટ કોહલીએ ટેસ્ટ સીરીઝ પહેલા જીતનો કર્યો ઇશારો, આ રહેશે ફોકસ
India vs New Zealand: ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગટનમાં શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝ માટે વિરાટ કોહલીએ કહ્યું કે ખરાખરીનો થશે જંગ.
વેલિંગટન: વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ માટે તૈયાર છે. વિરાટ કોહલીને લાગે છે કે એમની ટીમે મેદાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને દરેક ખેલાડીએ પોતાનું ઉત્કૃષ્ઠ દેખાવ કરવો પડશે.
મેચ પૂર્વે પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરતાં વિરાટ કોહલીએ આ વાત પર ભાર મુક્યો કે ટીમે ફિટનેસ અને એકાગ્રતા પર ધ્યાન આપ્યું છે અને ટીમ દુનિયાની કોઇ પણ ટીમ સામે ટક્કર લેવા માટે સજ્જ છે.
વિરાટે કહ્યું કે, અમે એ રીતે તૈયારી કરી છે કે અમારી ફિટનેસ અને એકાગ્રતાનું લેવલ એટલે સુધી ઉંચે ગયું છે કે અમે દુનિયાની ગમે તે ટીમ સામે ટક્કર લેવા માટે સજજ છીએ. આ સીરીઝમાં અમે આ પ્રકારના આત્મવિશ્વાસ સાથે જ ઉતરીશું.
વિરાટે ન્યૂઝીલેન્ડ અંગે વાત કરતાં કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં તમારે અનુશાસન પર ધ્યાન આપવું પડે છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીએ ઘણા ફીટ છે અને વિરોધી ટીમના ખેલાડીઓના ધૈર્યની કસોટી કરનારા છે. તેમણે કહ્યું કે, તેઓ સારા બોલર અને બેટ્સમેન છે. સાથોસાથ સારા ફિલ્ડર પણ છે. તેઓ વિરોધી ટીમને વધુ મોકા આપતા નથી એવામાં તમારા ભાગે ઓછી તક આવે છે. જે ઝડપી લેવી જોઇએ...