નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર ભલે આક્રમક જોવા મળતો હોય પરંતુ મેદાનની બહાર તેનો વ્યવહાર ઘણો અલગ હોય છે. વિરાટના ફેન્સ માત્ર દેશમાં નહીં, પરંતુ વિશ્વ ભરમાં રહેલા છે અને તેમાં યુવા જ નહીં બાળકો પણ સામેલ છે. વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં 7 વર્ષનો એક નાનો ક્રિકેટ ફેન તેને પોતાનો ઓટોગ્રાફ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત નામના એક યૂઝરે ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, 'મારો 7 વર્ષનો ભત્રીજો, ટેસ્ટ મેચ દરમિયાન જમૈકામાં હતો. તેણે વિરાટ કોહલીને તે સમયે ચોંકાવી દીધો,  જ્યારે તેની પાસે પહોંચીને કહ્યું- શું તમે મારો ઓટોગ્રાફ લેવાનું પસંદ કરશો.' વીડિયોમાં વિરાટની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેની સાથે જોવા મળી રહી છે. 


IndvsWI: વિરાટ કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, બન્યો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન


વિરાટની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણેય સિરીઝ (ટી20, વનડે અને ટેસ્ટ)માં પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જમૈકામાં બીજી ટેસ્ટ મેચ જીતીને વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો છે.