ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં ફરકાવ્યો તિરંગો, કોહલીએ આપી શુભકામના
દેશને આઝાદી મળ્યાના આજે 71 વર્ષ પૂરા થયા છે. ખેલ જગતમાં પણ સ્વતંત્રતા દિવસની ધૂમ છે. આ અવસર પર ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં તિગંરો ફરકાવ્યો અને શુભકામનાઓ આપી.
લંડનઃ ટીમ ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસના અવસર પર બુધવારે તાજ લંડનમાં તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત જાયું. આ અવસરે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ધ્વજારોહણ કર્યું.
આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ પણ હાજર રહ્યો. ધ્વજવંદન બાદ વિરાટે ભારતીય ટીમ તરફથી તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી.
ભારતીય ટીમના ખેલાડીઓ અને કોચ રવિ શાસ્ત્રીએ પણ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી અને તસ્વીરો શેર કરી.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પાછળ છે. શ્રેણીનો ત્રીજો ટેસ્ટ 18 ઓગસ્ટથી નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં રમાશે. હવે ટીમ ઈન્ડિયા સામે શ્રેણી બચાવવાનો મુશ્કેલ પડકાર છે.