નવી દિલ્હીઃ Rahul Dravid Future: હેડ કોચ રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાની સાથે કોન્ટ્રાક્ટ વિશ્વકપ 2023 બાદ સમાપ્ત થઈ જશે. જો ભારત વિશ્વકપ 2023 જીતવામાં સફળ રહે છે તો તે જોવાનું રહેશે કે રાહુલ દ્રવિડને આગળ આ પદ માટે યથાવત રાખવામાં આવશે કે નહીં. ભારત જો ટાઇટલ ન જીતી શકે તો દ્રવિડની હકાલપટ્ટી થઈ શકે છે કારણ કે ટીમના સેમીફાઈનલમાં પહોંચવાને મોટી સિદ્ધિ માનવામાં આવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ દ્રવિડની ખુરશી ખતરામાં?
ભારતીય ક્રિકેટ બોર્ડ તેવામાં નવા કોચની શોધ કરી શકે છે. તે જોવાનું રસપ્રદ છે કે જો બીસીસીઆઈ દ્રવિડની સામે નવો કોન્ટ્રાક્ટ રજૂ કરે છે તો તે શું તે માટે ઈચ્છુક હશે કે નહીં. ક્રિકેટ પંડિતોનું માનવું છે કે જો દ્રવિડ કોચ પદ પર રહેવા માટે ઈચ્છુક હોય તો તેને દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે યથાવત રાખવો જોઈએ. વિશ્વકપની આગામી સાઇકલ પહેલા ટેસ્ટ અને સીમિત ઓવરોના ફોર્મેટ માટે અલગ-અલગ કોચ રાખવામાં કંઈ ખોટુ નથી, જેમ ઈંગ્લેન્ડ કરી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Match fixing: એશિયા કપ ટાણે જ ક્રિકેટ જગતમાં ખળભળાટ, આ સ્ટાર ખેલાડી કરાઈ ધરપકડ


સામે આવ્યા મોટા સમાચાર
દ્રવિડની જગ્યાએ કોચ પદ માટે આશીષ નેહરા સારી પસંદ હોઈ શકે છે, કારણ કે આઈપીએલમાં તે ખુબ સફળ રહ્યો છે પરંતુ આ પૂર્વ ફાસ્ટ બોલરના નજીકના વ્યક્તિ અનુસાર તેની રાષ્ટ્રીય ટીમના કોચ બનવામાં ઈચ્છા નથી કારણ કે ગુજરાત ટાઈટન્સ સાથે તેનો કરાર 2025ની સીઝન સુધી છે. બીસીસીઆઈના પૂર્વ પદાધિકારીએ કહ્યુ- જો ભારત વિશ્વકપ જીતી જાય તો બની શકે કે દ્રવિડ એક મોટા ટાઇટલ સાથે પોતાના કાર્યકાળનો અંત કરવાનું પસંદ કરે, પરંતુ જો તમે મને પૂછી રહ્યાં છો તો મારૂ માનવું છે કે વિશ્વકપ બાદ બીસીસીઆઈએ દરેક ફોર્મેટમાં અલગ-અલગ કોચ રાખવા જોઈએ. તેમણે દ્રવિડને ટેસ્ટ ટીમના કોચ બન્યા રહેવા માટે કહેવું જોઈએ. 


દ્રવિડે લીધી હતી શાસ્ત્રીની જગ્યા
દ્રવિડને રવિ શાસ્ત્રીની જગ્યાએ મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે નિર્ધારિત ઓવરોની ક્રિકેટમાં એવી કોઈ ખાસ છાપ છોડી શક્યા નથી જેનાથી કહી શકાય કે તે ચતુર રણનીતિકાર છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ ફોર્મેટ પ્રમાણે અલગ-અલગ કોચ રાખવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube