લંડન: ટીમ ઇન્ડિયાને લોર્ડસમાં મળેલી શર્મનાક હારને કારણે કોચ રવિ શાસ્ત્રી પર અનેક સવાલો ઉભા થયા છે. બેસ્ટમેનોની સાથે વિરાટ કોહલીના નિર્ણયો પર પણ સવાલો ઉભા થયા છે. લોડ્સમાં પહેલા દિવસે વરસાદના કારણે ટોસ પણ નહોતો થઇ શક્યો અને બીજા દિવસે મેચ શરૂ થઇ હતી. વરસાદ હોવા છતા ભારતે બે સ્પિનર્સને રમાડ્યા હતા. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની સામે રમાયેલી બીજી મેચમાં કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં રમાડવો એક ભૂલ હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચના એક દિવસ પહેલા લોર્ડ્સમાં બહુ ગરમી પડી રહી હતી, જેના કારણે બંન્ને ટીમોએ તેમના 15 ખેલાડીઓમાં 2-2 સ્પિનરનો સમાવેશ કર્યો હતો. મેચ શરૂ થવાના પહેલા દિવસે જ સવારથી વરસાદ શરૂ થઇ ગયો હતો. અને દિવસભર વરસાદના કારણે ટોસ પણ થયો નહોતો. ઇંગ્લેન્ડે તો તેની ટીમે હવામાન ખાતાની જેમ બદલાવ કર્યો અને મોઇન અલીને ટીમાં પ્રવેશ આપ્યો નહિ. જ્યારે ટીમ ઇન્ડિયાએ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. વેબસાઇટ ‘ઇએસપીએન’ના રીપોર્ટ આનુસાર,  ત્રીજી ટેસ્ટ પહેલા રવિ શાસ્ત્રીએ પત્રકારરો સાથે વાતચીત કરતા આ વાત જણાવી હતી,


કુલદીપની જગ્યાએ ફાસ્ટ બોલર મદદરૂપ બની જાત
શાસ્ત્રીએ કુલદીપને બીજી ટેસ્ટમેચમાં સામેલ કરવાના સવાલ પર કહ્યું કે, સીધી રીતે જોવા જઇએ તો કુલદીપને રમાડવો એક ભૂલ જ હતી. પરિસ્થિતીને ધ્યાને રાખીને કુલદીપને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા કરતા જો કોઇ ફાસ્ટ બોલરને રમાડ્યો હોત તો તે વધારે અસરકારક સાબિત થઇ શક્યો હતો. અને ટીમને તેનાથી ફાયદો પણ થયો હોત. પોતાની ભૂલના નિવેદનથી બચવા માટે શાસ્ત્રીએ કહ્યું કે, વરસાદો અંદાજો કોઇ લગાવી શકતુ નથી. જો વરસાદ ન પડ્યો હોત તો અમને કુલદીપની જરૂર પડત પરંતુ મેચની પરિસ્થિતીને ઘ્યાને રાખીએ તો ફાસ્ટ બોલર જ સારો વિકલ્પ હોત   


ભારત અને ઇંગ્લેનેડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટે નોટિંઘમમાં રમાવાની છે. મેજબાન ટીમ ઇંગ્લેન્ડે અગાઉની બંન્ને મેચ ડીતી લીધી છે. પાંચ મેચની આ સીરીઝમાં ઇંગ્લેન્ડ 2-0 થી આગળ ચાલી રહી છે. બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવે 9 ઓવર ફેકી હતી, જેમાં એક મેડન અને 44 રન આપ્યા હતા આવા જ હાલ બીજા સ્પિનર અશ્વિનના જેણે 17 ઓવર ફેકીને 68 રન આપી માત્ર એક જ વિકેટ ઝડપી હતી. જ્યારે ઇંગ્લેન્ડે માત્ર એક જ સ્પિનર  રાશિદને રમાડ્યો હતો. જેને આખી મેચમાં એક પણ ઓવર નોહતી ફેકી.