IND vs NZ ટેસ્ટમાં થઈ જોવા જેવી! દર્શકોએ લગાવ્યાં પાકિસ્તાન મુર્દાબાદના નારા, વાયરલ થયો વીડિયો
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના ડિફેન્ડીગ ચેમ્પિયન અને રનર્સઅપ એટલેકે, ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી રહેલી બે સિરિઝની પહેલી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી. ઈન્ડિયન કેપ્ટન રહાણેએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આજે રમતના પહેલાં દિવસે ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 4 વિકેટે 258 રન કર્યા હતાં. જેમાં કાનપુર ટેસ્ટમાં ડેબ્યુ કરનાર શ્રેયર અય્યર છવાઈ ગયો હતો. જોકે, આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ કે ન્યૂઝીલેન્ડની બોલિંગ કરતા પણ વધારે દર્શકોએ સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. રમતના પહેલાં જ કલાકમાં એવી જોવા જેવી થઈ કે સૌ કોઈ અચરજ પામી ગયા.
ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય દર્શકોએ પાકિસ્તાનને ટ્રોલ કર્યું હતું. મેચ શરૂ થઈ એના પહેલા કલાકમાં જ ફેન્સે પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના લાંબા બ્રેક પછી ભારતમાં ફરીથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન કોરોના ગાઈડલાઈનના પાલન સાથે સ્ટેડિયમમાં ફેન્સને પણ પ્રવેશ આપવાની અનુમતિ અપાઈ છે. તેવામાં પાકિસ્તાન વિરોધી નારા લાગતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઈન્ડિયન કેપ્ટન રહાણેએ પહેલી ટેસ્ટમાં ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં સામાન્યરીતે ઈન્ડિયન પ્લેયર્સને જોઈને ફેન્સ તેમને ચિયર કરતા જોવા મળે છે.
પરંતુ આ મેચમાં ઈન્ડિયન ફેન્સ કઈક અલગ જ મૂડમાં હતા. તેઓ શરૂઆતના એક કલાકની ગેમ દરમિયાન જ પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાડવા લાગ્યા હતા. એટલું જ નહીં ફેન્સ પ્રિ લંચ સેશન દરમિયાન પણ આવા નારા લગાવતા જોવા મળ્યા હતા. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. શરૂઆતની ઓવરમાં કીવી ફાસ્ટ બોલરની ધારદાર બોલિંગ સામે ઈન્ડિયન ઓપનર સતર્કતાથી બેટિંગ કરી રહ્યા હતા. તેવામાં છઠ્ઠી ઓવરમાં ઈન્ડિયન ફેન્સે મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ચિયર કરવાનું પડતું મુકી પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ત્યારપછી ફેન્સ ઉત્સાહમાં આવીને પાકિસ્તાનને ટ્રોલ કરતા નારા લગાવતા જોવા મળ્યા હતા અને ફેન્સ લાઈવ મેચમાં પોતાના એન્જોયમેન્ટ માટે કઈક અલગ જ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે.
ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન જે ઘટના જોવા મળી એના પરથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે ઈન્ડિયન ફેન્સ અત્યારે વર્લ્ડ કપની હારનો બદલો લેવા માટે આતુર છે. પાકિસ્તાને ભારતને 10 વિકેટથી 2021ના T20 વર્લ્ડ કપમાં હરાવી દેતા ફેન્સ પોતાના પાડોશી દેશ સાથે ફરીથી સિરીઝ અથવા મેચ રમાય એની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનું પલડું વધારે ભારે રહ્યું છે. કાઈલ જેમિસને પહેલા સેશનથી આક્રમક બોલિંગ કરી હતી. કીવી બોલરે સૌથી પહેલા 8મી ઓવરમાં મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કરી ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પાડી હતી. ત્યારપછી જેમિસને 30મી ઓવરના છેલ્લા બોલ પર શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યો હતો. ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પણ 50મી ઓવરમાં જેમિસનની બોલિંગ દરમિયાન પેવેલિયન ભેગા થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.
રહાણે જ્યારે આઉટ થયો ત્યારે ઈન્ડિયાનો સ્કોર 145/4 હતો. T20 સિરીઝમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડનો વ્હાઈટ વોશ કરી પોતાની આક્રમક છબિનો પરચો બતાવી દીધો છે. કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા દિવસના અંત સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાને 258 રન રહ્યો છે. ટેસ્ટ ફોર્મેટની ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યર 136 બોલમાં 75* રન અને રવીંદ્ર જાડેજા 100 બોલમાં 50 રનના સ્કોર સાથે નોટઆઉટ રહ્યા છે. જ્યારે કીવી ટીમના ફાસ્ટ બોલર કાઈલ જેમિસને 3 વિકેટ લીધી છે.