ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, 8 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ
ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી બહાર રહેલા બંગાળના પૂર્વ કેપ્ટન મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2015માં રમી હતી.
કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચુકેલા બંગાળના બેટર મનોજ તિવારીએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તિવારીએ 2015 બાદ ભારત માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. લગભગ 8 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેનારા તિવારીએ હવે તમામ ફોર્મેટમાંથી સંન્સાય લઈ લીધો છે.
ટીમ ઈન્ડિયા માટે રહ્યું નાનું કરિયર
ભારત માટે તિવારીએ 12 વનડે અને ત્રણ ટી20 મેચ રમી હતી. વનડે ક્રિકેટમાં તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ 2011માં ચેન્નઈમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આવી હતી, જ્યારે તેણે અણનમ 104 રન ફટકાર્યા હતા. મનોજ તિવારીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.56ની એવરેજથી 9908 રન બનાવ્યા, જેમાં 29 સદી અને 45 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 303 રન રહ્યો હતો.
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં આવી હોઈ શકે છે વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
જીતી હતી આઈપીએલ ટ્રોફી
નોંધનીય છે કે મનોજ તિવારી આઈપીએલ 2012નું ટાઇટલ જીતનારી કેકેઆર ટીમનો સભ્ય હતો. 2006-07માં રણજી ટ્રોફીમાં 99.50ની એવરેજથી 796 રન ફટકારી તિવારી રાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવ્યો હતો અને તેને બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube