નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવું જેટલું મુશ્કેલ માનવામાં આવે છે, તેનાથી અનેકગણું મુશ્કેલ ટીમ ઈન્ડિયામાં પોતાને જાળવી રાખવું છે, કારણ કે ટીમની બહાર ઘણા એવા ખેલાડીઓ છે જેઓ પોતાના સારા પ્રદર્શનના દમ પર મજબૂત કોમ્પિટિશન આપે છે. જો કોઈ બોલર ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવા જેવું જબરદસ્ત પ્રદર્શન કરે અને તે પછી તેની કારકિર્દી ખતમ થઈ જાય તો તમે તેના પર વિશ્વાસ નહીં કરો. આવું જ એક ઉદાહરણ છે ડાબોડી સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝા, જેને ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવા છતાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે ક્યારેય પાછો ફર્યો નહોતો. આ બોલર એક સમયે ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું હથિયાર માનવામાં આવતો હતો અને રવિચંદ્રન અશ્વિન સાથે તેની જોડી હિટ માનવામાં આવતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાના કારણે બરબાદ થઈ ગઈ આ ખેલાડીની કારકિર્દી!
ડાબોડી સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાએ 33 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી અને તેનું સૌથી મોટું કારણ રવિન્દ્ર જાડેજા બન્યો હતો. પ્રજ્ઞાન ઓઝાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ 14 નવેમ્બર 2013 ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સચિન તેંડુલકરની વિદાય મેચ પણ હતી. મુંબઈમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં પ્રજ્ઞાને બંને દાવમાં 89 રનમાં 10 વિકેટ, 40 રનમાં 5 વિકેટ અને 49 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આ પછી ઓઝાના એક્શન પર સવાલો ઉઠ્યા હતા. આ કારણોસર તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર બેસવાની ફરજ પડી હતી. આ પછી, તેણે એક્શનને સુધારવા માટે સખત મહેનત કરી અને ICC તરફથી ક્લીન ચિટ પણ મળી, પરંતુ ત્યાં સુધીમાં તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ગુડ બુકમાં સામેલ રવિન્દ્ર જાડેજાએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ કારણે ઓઝા ફરી ક્યારેય ટીમમાં પરત ફરી શક્યો નથી.


સચિનની વિદાયના કારણે કોઈને યાદ નથી 10 વિકેટ
5 સપ્ટેમ્બર, 1986 ના રોજ ઓડિશામાં જન્મેલા ઓઝાની છેલ્લી ટેસ્ટ ખૂબ જ ઐતિહાસિક રહી હતી. ના માત્ર ઓઝાએ આ ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી, પરંતુ તે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ પણ હતી. મુંબઈમાં 14 નવેમ્બર, 2013 ના રોજ શરૂ થયેલી આ ટેસ્ટમાં પ્રજ્ઞાનની બોલિંગે કેરેબિયન બેટ્સમેનો પર એટલી તબાહી મચાવી દીધી કે પરિણામ 3 દિવસમાં જ આવી ગયું. પરંતુ સચિન તેંડુલકરની વિદાયના ઉત્સાહ વચ્ચે પ્રજ્ઞાનની આ જબરદસ્ત સિદ્ધિ દબાઈ ગઈ. જો કે આ ટેસ્ટ મેચમાં તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.


ઈતિહાસમાં નોંધાઈ હતી તે 10 વિકેટ
મુંબઈ ટેસ્ટમાં ત્યારે પ્રજ્ઞાને બંને ઇનિંગમાં 40 રનમાં 5 વિકેટ અને 49 રનમાં 5 વિકેટ ઝડપી 89 રનમાં 10 વિકેટ ઝડપી, જે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 90 ટેસ્ટ મેચોમાં છઠ્ઠું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. એટલું જ નહીં, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે ભારતનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું.


T20 ઇન્ટરનેશનલમાં 4 વિકેટ સાથે કર્યું ડેબ્યૂ
પ્રજ્ઞાન ઓઝાએ તેનું ટી20 ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત 2009 ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં કરી હતી. આ મેચમાં ઓઝાએ 21 રનમાં 4 વિકેટ ઝડપી હતી અને તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેની T20 ઇન્ટરનેશનલ કારકિર્દી 6 મેચમાં 10 વિકેટ સુધી સમેટાઈ ગઈ હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય પોતાની બોલિંગ પર પૂર્ણ વિશ્વાસ નથી બતાવી શક્યો. આ સિવાય ઓઝાએ 2009 માં શ્રીલંકા સામે કાનપુર ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.


તેણે તે ટેસ્ટમાં ભારતની જીતમાં 4 વિકેટ લીધી હતી. તેણે તેની 24 ટેસ્ટ મેચ કારકિર્દીમાં 30.26 ની એવરેજથી 113 વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટ મેચમાં 7 વખત એક ઇનિંગમાં 5 અને એક મેચમાં 10 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ઓઝાનું પ્રદર્શન વધુ શાનદાર રહ્યું હતું. તેણે કેરેબિયન ટીમ સામે 5 ટેસ્ટ મેચમાં 31 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી હતી. આ સિવાય ઓઝાએ ટીમ ઈન્ડિયા માટે 18 વનડેમાં 21 વિકેટ પણ લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube