ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને આ અભિનેત્રી વચ્ચેની ચેટ સોશિયલ મીડિયામાં VIRAL, જુઓ PHOTOS
આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. કેકેઆરએ આ સીઝનમાં 3 મેચ રમી છે જેમાંથી 2માં જીત મેળવી છે. એક બાજુ ટીમ પોતાની રમતના કારણે ચર્ચામા છે તો બીજી બાજુ ટીમનો ઘાતક ઓલરાઉન્ડર પણ ચર્ચામાં છે.
નવી દિલ્હી: આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. કેકેઆરએ આ સીઝનમાં 3 મેચ રમી છે જેમાંથી 2માં જીત મેળવી છે. એક બાજુ ટીમ પોતાની રમતના કારણે ચર્ચામા છે તો બીજી બાજુ ટીમનો ઘાતક ઓલરાઉન્ડર વ્યંકટેશ ઐય્યર પણ અચાનક અંગત કારણસર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વ્યંકટેશ ઐય્યર અને એક સાઉથ ઈન્ડિયન અભિનેત્રી વચ્ચેની ચેટ વાયરલ થઈ રહી છે.
ઐય્યર અને પ્રિયંકા વચ્ચેની ચેટ
કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડી અને હાલમાં જ ટીમ ઈન્ડિયામાં ધમાલ મચાવી ચૂકેલા વ્યંકટેશ ઐય્યર અને સાઉથ ઈન્ડિયન અભિનેત્રી પ્રિયંકા જવાલકરની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વ્યંકટેશ આમ તો સોશિયલ મીડિયા પર કઈ ખાસ એક્ટિવ રહેતો નથી, પરંતુ તેણે જેવી તેલુગુ અભિનેત્રી પ્રિયંકા જવાલકરની એક પોસ્ટ પર કમેન્ટ કરી કે હવે આ કમેન્ટ વાયરલ થઈ રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube