નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ મેન્ટલ કન્ડિશન કોચ રહી ચૂકેલા પેડી અપ્ટન (Paddy Upton) ના એક ખુલાસાએ વર્લ્ડ ક્રિકેટને હચમચાવી નાખ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ કોચના જણાવ્યાં મુજબ તેમણે મેચ પહેલા ખેલાડીઓને સેક્સ (Sex) કરવાની સલાહ આપી હતી. પેડી અપ્ટને આ વાતનો ખુલાસો પોતાના પુસ્તક 'ધ બેયરફૂટ કોચ' માં કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાને સેક્સ કરવાની સલાહ
ટીમ ઈન્ડિયાના પૂર્વ મેન્ટલ કન્ડિશનિંગ કોચ રહી ચૂકેલા પેડી અપ્ટને જણાવ્યું કે તેમની આ સલાહથી તે સમયના ભારતીય ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટન નારાજ થઈ ગયા હતા. અત્રે જણાવવાનું કે ગેરી કર્સ્ટન જ્યારે કોચ હતા ત્યારે ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. ગેરી કર્સ્ટન નારાજ થયા બાદ અપ્ટને પોતાની આ વાત બદલ માફી માંગી હતી. 


સેક્સવાળી વાત પર થયો હતો વિવાદ
મેન્ટલ કન્ડિશનિંગ કોચ રહી ચૂકેલા પેડી અપ્ટને કહ્યું કે ગેરી કર્સ્ટનને તેમની સેક્સવાળી વાત પર ગુસ્સો આવ્યો હતો. પેડીના જણાવ્યાં મુજબ તેમણે મેચ પહેલા ખેલાડીઓને શારીરિક સંબંધ બનાવવાની માત્ર સલાહ આપી હતી. તેમણે એક જાણકારી શેર કરી આવું કર્યું હતું. 


રાજસ્થાન રોયલ્સના પણ કોચ હતા પેડી અપ્ટન
જો કે બાદમાં પેડી અપ્ટને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સેક્સ કરવાની સલાહ આપવી મારી મોટી ભૂલ હતી. હું બસ જણાવી રહ્યો હતો. પેડી અપ્ટન ભારતીય ટીમના પૂર્વ મેન્ટલ કન્ડિશનિંગ કોચ હોવાની સાથે સાથે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પણ રહી ચૂક્યા છે. 


ક્રિકેટ ઉપર ફરીથી ફિક્સિંગના વાદળો ઘેરાયા, બે ખેલાડીઓ પર ICC એ લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ


પેડીએ સેક્સના ફાયદા અંગે જાણકારી આપી હતી
પૂર્વ કોચ પેડીએ પોતાના પુસ્તક 'ધ વોલ' રાહુલ દ્રવિડથી લઈને ગૌતમ ગંભીર સુધી બધા ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે  લખ્યું છે કે 2009માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નોટ્સ તૈયાર કરી રહ્યા હતા. જેમાં તેમણે સેક્સના ફાયદા વિશે વિસ્તારથી જાણકારી આપી હતી. 


શારીરિક સંબંધ બનાવવાથી પ્રદર્શન સારું થાય છે?
કોચ પેડીએ એક ચેપ્ટર 'ઈગો એન્ડ માય  ગ્રેટેસ્ટ પ્રોફેશન એરર' માં પોતાની નોટ્સ અંગે ઉલ્લેખ કર્યો છે. પેડીએ ખેલાડીઓ માટે તૈયાર કરેલી નોટ્સમાં લખ્યું કે 'શું શારીરિક સંબંધ બનાવવાથી તમારું પ્રદર્શન સારું થાય છે? હા, તે વધે છે.'


ધોનીના કર્યા વખાણ
પૂર્વ કોચ પેડીએ એ પણ જણાવ્યું હતું કે આઈપીએલ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે એકવાર રાહુલ દ્રવિડને ગાળ પણ આપી હતી. આ ઉપરાંત અપ્ટને ધોનીના વખાણ કરતા કહ્યું કે 'ધોનીની અસલ ક્ષમતા શાંત રહેવું છે. મેચમાં ગમે તે સ્થિતિ હોય તે શાંત રહે છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube