IND vs NZ: ટીમ ઈન્ડિયા પર ICCએ ફટકાર્યો દંડ, કોહલીએ સ્વીકારી ભૂલ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં ધીમી ઓવર ગતિથી બોલિંગ કરવા માટે ભારતીય ટીમ પર શનિવારે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દુબઈઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સ્લો ઓવર રેટથી બોલિંગ કરવા માટે ભારતીય ટીમ પર મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે વિરાટ કોહલીની ટીમ પર શુક્રવારે નક્કી સમયમાં બે ઓવર પાછળ રહ્યાં બાદ આ દંડ ફટકાર્યો છે.
આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ભારતીય ટીમના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફે આધાર સંહિતાની કલમ 2.22ની ઉલ્લંઘન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર ગતિથિ બોલિંગ કરવા સંબંધિત છે. તેમાં દરેક ઓવર માટે ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવાની જોગવાઈ છે.'
Australian Open: મુગુરૂઝાને હરાવી કેનિને જીત્યું કરિયરનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ
મેદાની અમ્પાયર ક્રિસ બ્રાઉન અને શોન હેગની સાથે ત્રીજા અમ્પાયર એશ્લે મેહરોત્રાએ ટીમ પર આ આરોપ લગાવ્યો હતો. કેપ્ટન કોહલીએ પણ દંડનો સ્વીકાર કરી લીધો, જેથી આ મામલામાં ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી. ભારતે આ મેચ સુપર ઓવરમાં જીતીને સિરીઝમાં 4-0ની અજેય સરસાઈ મેળવી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube