WTC Final: ન્યૂઝીલેન્ડ સામે મેદાન પર ઉતરવાની સાથે બદલાય જશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ, 89 વર્ષમાં પ્રથમવાર બનશે આ ઘટના
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે, જે બન્ને દેશો માટે તટસ્થ સ્થળ છે.
નવી દિલ્હીઃ ભારત આગામી મહિને જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC 2021) વિરુદ્ધ રોઝ બાઉલમાં ઉતરશે તો આ તેના લગભગ 89 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ અવસર હશે જ્યારે તે તટસ્થ સ્થળ પર ટેસ્ટ મેચ રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી સાઉથમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પાસેથી ટેસ્ટ દરજ્જો હાસિલ કરનાર 12 દેશોમાંથી માત્ર બે દેશ એવા છે, જેણે અત્યાર સુધી તટસ્થ સ્થળે ટેસ્ટ મેચ રમી નથી. તેમાં ભારત સિવાય બાંગ્લાદેશ સામેલ છે.
આ પણ વાંચોઃ WTC Final પહેલા પત્ની સંજના ગણેશને લીધો બુમરાહનો ઈન્ટરવ્યૂ, જવાબ આવતી વખતે શરમાઈ ગયો ભારતીય બોલર
ભારત જલદી આ યાદીમાં થશે સામેલ
પાકિસ્તાનમાં સુરક્ષાના ખતરાને જોવા એક દાયકાથી વધુ સમય સુધી વિદેશી ટીમોએ ત્યાં પ્રવાસ કર્યો નહીં. પાકિસ્તાને આ વચ્ચે પોતાના ઘરેલૂ મેચોનું આયોજન યૂએઈ અને શ્રીલંકામાં કર્યુ. આ વચ્ચે મોટાભાગના દેશોને તટસ્થ સ્થળ પર મેચ રમવાની તક મળી ગઈ. તેમાં ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે, જેણે 2014થી લઈને 2018 સુધી તટસ્થ સ્થળ પર છ મેચ રમી છે, જેમાંથી તેને 3માં જીત અને બેમાં હાર મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007 બાદ કોઈ ટેસ્ટ મેચ રમાઈ નથી.
22 વર્ષ પહેલા મળી હતી તક
ભારતની પાસે આ પહેલા 1999માં તટસ્થ સ્થળ પર મેચ રમવાની તક હતી, પરંતુ ત્યારે ભારતીય ટીમ એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન પહોંચી શકે, જે ઢાકામાં રમાઈ હતી. પાકિસ્તાન અને શ્રીલંકા તે ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા હતા અને ત્યારે તેણે પ્રથમવાર તટસ્થ સ્થળ પર ટેસ્ટ મેચ રમી હતી.
આ પણ વાંચોઃ WTC Final: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ભારત અને ન્યૂઝીલેન્ડ
ક્યારે રમાઈ હતી તટસ્થ સ્થળ પર પ્રથમ મેચ?
આમ તો તટસ્થ સ્થળ પર ટેસ્ટ મેચ આજથી 109 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 27-28 મે 1992માં માન્ચેસ્ટરમાં રમાઈ હતી. આ મેચ ત્રિકોણીય ટેસ્ટ સિરીઝનો ભાગ હતી, જેમાં આ બન્ને ટીમ સિવાય યજમાન ઈંગ્લેન્ડે ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ બે દિવસમાં ઈનિંગ અને 88 રને જીતી હતી. ત્યારબાદ 1999માં કોઈ મેચ તટસ્થ સ્થળે રમાઈ હતી.
તટસ્થ સ્થળ પર સર્વાધિક મેચ પાકિસ્તાનના નામે
પાકિસ્તાને છેલ્લા 20 વર્ષમાં પોતાની ઘણી મેચ મુખ્યરૂપથી યૂએઈમાં રમી છે. આ કારણ છે કે તટસ્થ સ્થળ પર સર્વાધિક મેચ રમવાનો રેકોર્ડ તેના નામે નોંધાયેલો છે. પાકિસ્તાને અત્યાર સુધી 39 મેચ તટસ્થ સ્થળે રમી છે. તેમાંથી તેને 19માં જીત અને 12માં હાર મળી છે. બાકી આઠ મેચ ડ્રો રહી છે.
ઓસ્ટ્રેલિયાએ પણ 12 મેચ તટસ્થ સ્થળ પર રમી છે, ત્યારબાદ શ્રીલંકા (9), દક્ષિણ આફ્રિકા (7) તથા ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ (ત્રણેય છ-છ) નો નંબર આવેછે. અફઘાનિસ્તાને પણ ચાર મેચ તટસ્થ સ્થળો (ભારત અને યૂએઈ) માં રમી છે. ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાની બન્ને મેચ અબુધાબીમાં રમી હતી. આયર્લેન્ડે અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાની એક મેચ દહેરાદૂનમાં રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube