IND vs SA: ટીમ ઈન્ડિયાના ફૂડ મેન્યૂ પર નવી બબાલ, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ગુસ્સે
ટીમ ઈન્ડિયાના (Team India) ફૂડ મેન્યૂ (Food Menu) માં નોન વેજ ડિશ (Non Veg Dish) જોઈને ઘણા ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા છે. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) ની વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે વરસાદનું વિઘ્ન નડ્યુ હતું. વરસાદને કારણે આખા દિવસની રમત ધોવાય ગઈ હતી. પરંતુ જ્યારે પ્રથમ સેશન વરસાદને કારણે રદ્દ થયું તો અમ્પાયરે લંચની જાહેરાતકરી હતી. ત્યારે બધાની નજર ફીડ મેન્યૂ પર ટકેલી હતી.
ટીમ ઈન્ડિયાના ફૂડ મેન્યૂ પર બબાલ
ટીમ ઈન્ડિયાના પ્લેયર જ્યારે ટેસ્ટના બીજા દિવસે લંચ પર ગયા તો ફૂડ મેન્યૂમાં બ્રોકલી સૂપ (Brocolli Soup), ચિકન ચેત્તીનાદ (Chicken Chettinad), દાળ, લૈમ્બ ચોપ્સ (Lamb Chops), પેપર સોસ (Pepper Sauce), વેજિટેબલ કઢાઈ (Vegetable Kadai) અને પનીર ટિક્કા (Panner Tikka) જોવા મળ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube