ભારતીય ટીમ 27 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ સામે પોતાની મેચ રમશે. આ માટે ટીમ સિડની પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ અહીં પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો. પરંતુ હવે આ સમગ્ર મામલે મોટો વિવાદ સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ખરાબ ભોજન અંગે ફરિયાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોજન વિશે ભારતીય ખેલાડીઓએ કરી ફરિયાદ
ટી20 વર્લ્ડ  કપમાં જીતથી શરૂઆત કરનારી ટીમ ઈન્ડિયાને સિડનીમાં ખરાબ લંચ મળ્યું. BCCI ના સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે પ્રેક્ટિસ સેશન બાદ લંચમાં જે પ્રકારનું ભોજન મળ્યું તેનાથી ભારતીય ખેલાડીઓ ખુશ નથી. આવતી કાલે સિડનીમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે છે. ખેલાડીઓને જે ખાવાનું અપાયું તેની ગુણવત્તા પણ ખરાબ હતી અને તે ઠંડુ પણ હતું. બીસીસીઆઈએ આ અંગે ICC માં ફરિયાદ કરી છે. 


ઠંડુ ભોજન પિરસવામાં આવ્યું
BCCI ના સૂત્રોના જણાવ્યાં મુજબ ટીમ ઈન્ડિયાએ અભ્યાસ સત્રમાં ભાગ લીધો નહીં કારણ કે ટીમને બ્લેકટાઉન (સિડનીનો પરા વિસ્તાર)માં અભ્યાસ માટે જગ્યા અપાઈ હતી. તેમણે ના પાડી દીધી. કારણ કે તે સ્થળ જે હોટલમાં ટીમ રોકાઈ છે તેનાથી 42 કિમી દૂર છે. ટીમ ઈન્ડિયાને જે ભોજન પિરસવામાં આવ્યું તે પણ સારું નહતું. તેમને ફક્ત સેન્ડવીચ અપાઈ અને તેમણે ICC ને એમ પણ કહ્યું કે સિડનીમાં અભ્યાસ સત્ર બાદ અપાયેલું ભોજન ઠંડુ હતું. 


નેધરલેન્ડ વિરુદ્ધ છે મેચ
ભારતીય ટીમે પોતાની પહેલી મેચ ધમાકેદાર અંદાજમાં પાકિસ્તાન સામે જીતી હતી. નેધરલેન્ડ સામે મેચ જીતીને ટીમ ઈન્ડિયા પોતાનો સેમીફાઈનલનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. નેધરલેન્ડ બાદ ટીમ ઈન્ડિયાનો સામનો દ.આફ્રિકા, ઝિમ્બાબ્વે, અને બાંગ્લાદેશ જેવી ટીમો જોડે થશે. 


પ્રબળ દાવેદાર
ભારતીય ટીમે પોતાનો એકમાત્ર ટી20 વર્લ્ડ  કપનો ખિતાબ વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો. પરંતુ આ વખતે ટીમ ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર બની ગઈ છે. ભારત પાસે અનેક એવા સ્ટાર ખેલાડીઓ છે જે ટીમને ખિતાબ અપાવી શકવાની તાકાત ધરાવે છે. 


ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube