કોમેન્ટ્રી કે IPL? T20 WC પછી ક્યાં જશે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, ઓફર્સની તો ભરમાર છે પણ...
ટી20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ ખતમ થઈ ચૂક્યો છે. ટીમ ઈન્ડિયાના નવા કોચની જવાબદારી હવે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને મળી ગઈ થે. એવામાં હવે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે રવિ શાસ્ત્રી શું એક વાર ફરી કોમેન્ટ્રી કરતા લોકોને નજરે પડી શકે છે. જોકે, રિપોર્ટસ એવા પણ મળી રહ્યા છે કે IPLની અમુક ટીમોએ કોચિંગ માટે તેમનો સંપર્ક કર્યો છે.
નવી દિલ્હી: ટી20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ ખતમ થઈ ચૂક્યો છે. ટીમ ઈન્ડિયાના નવા કોચની જવાબદારી હવે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને મળી ગઈ થે. એવામાં હવે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે રવિ શાસ્ત્રી શું એક વાર ફરી કોમેન્ટ્રી કરતા લોકોને નજરે પડી શકે છે. જોકે, રિપોર્ટસ એવા પણ મળી રહ્યા છે કે IPLની અમુક ટીમોએ કોચિંગ માટે તેમનો સંપર્ક કર્યો છે.
એક ક્રિકેટ વેબસાઈટ પર છપાયેલા રિપોર્ટના મતે, નવી નવેલી ટીમ અમદાવાદ તરફથી રવિ શાસ્ત્રી અને તેમના સાથી કોચિંગ સ્ટાફનો સંપર્ક કરવામાં આવ્યો છે. અમદાવાદ રવિ શાસ્ત્રીને પોતાની ટીમનો કોચ, ભરત અરૂણને બોલિંગ કોચ અને આર.શ્રીધરને બોલિંગ કોચ બનાવવા માંગે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટી20 વર્લ્ડકપ પછી રવિ શાસ્ત્રી તેના પર કોઈ નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે પહેલા ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે રવિ શાસ્ત્રી એકવાર ફરી કોમેન્ટ્રી કરતા નજરે પડી શકે છે, જ્યાં છેલ્લાં બે દશકામાં તેમણે તેમાં ઘણું નામ કમાવ્યું છે.
કોમેન્ટ્રી માટે કરવામાં આવ્યો છે અપ્રોચ...!
જાણકારો અનુસાર, રવિ શાસ્ત્રીને કોમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટસ અને સોની સ્પોર્ટ્સ તરફથી અપ્રોચ કરવામાં આવ્યો છે. આ બન્ને નેટવર્ક ઈન્ડિયામાં સૌથી વધુ મેચોનું પ્રસારણ કરે છે. જોકે, જો કોઈ આઈપીએલ ટીમના કોચ બને છે તો તેમનું કોમેન્ટ્રી બોક્સમાં પહોંચવું લગભગ મુસ્કેલ બની જશે.
બ્રાઝિલની પ્રખ્યાત સિંગરની પ્લેન ક્રેશમાં મોત, મ્યૂઝિક કોન્સર્ટમાં જતી વખતે અકસ્માત નડ્યો
પરંતુ હાલ વીવીએસ લક્ષ્મણ આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદના મેંટર છે અને અન્ય મેચોમાં કોમેન્ટ્રી કરતા પણ નજરે પડે છે. એવામાં હવે તમામ વાતો ટી20 વર્લ્ડકપ પછી સ્પષ્ટ થઈ જશે. જ્યારે ટીમ ઈન્ડિયાની સાથે રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ પુરો થશે.
અત્રે નોંધનીય છે કે અમદાવાદની ટીમને સીવીસી ગ્રુપે કુલ 5600 કરોડ રૂપિયામાં ખરીદી છે, જ્યારે લખનઉની ટીમને સંજીવ ગોયનકા ગ્રુપે 7 હજાર કરોડથી વધારેમાં ખરીદી છે. આઈપીએલમાં કુલ 10 ટીમો રમશે. આ વર્ષના અંતમાં મેગા ઓક્શન પણ થઈ શકે છે.
ખાત્રજ GIDCમાં બનેલી કરૂણાંતિકામાં નવો ખુલાસો: શ્રમિકોના મોત વીજ શોકથી થયાની આશંકા
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રી ખુબ લાંબા સમય સુધી કોમેન્ટ્રી કરતા રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ જ્યારે 2007નો ટી20 વર્લ્ડકપ, 2011નો 50 ઓવર વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારે પણ રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. વર્ષ 2017માં ટીમ ઈન્ડિયાની સાથે તેઓ કોચ તરીકે જોડાયા પછી તેઓ કોમેન્ટ્રી ફીલ્ડમાં પાછા ફર્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube