સાઉથ આફ્રીકા સીરીઝ માટે થઇ ટીમની જાહેરાત! ધવન બહાર, આ ખેલાડીને બનશે કેપ્ટન
આઇપીએલ 2022 બાદ ટીમ ઇન્ડીયાને સાઉથ આફ્રીકા વિરૂદ્ધ 5 મેચોની ટી20 સીરીઝમાં સામનો કરવાનો છે. આ સીરીઝા માટે લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી કારણ કે દુનિયાભરની નજર એ વાત પર ટકેલી હતી કે આઇપીએલમાં પ્રદર્શન કરનાર કયા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે.
India Squad for SA Series: આઇપીએલ 2022 બાદ ટીમ ઇન્ડીયાને સાઉથ આફ્રીકા વિરૂદ્ધ 5 મેચોની ટી20 સીરીઝમાં સામનો કરવાનો છે. આ સીરીઝા માટે લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી કારણ કે દુનિયાભરની નજર એ વાત પર ટકેલી હતી કે આઇપીએલમાં પ્રદર્શન કરનાર કયા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે. હવે બીસીસીઆઇએ સાઉથ આફ્રીકાના વિરૂદ્ધ યોજાનારી ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત કરી દીધી છે.
કેએલ રાહુલની કેપ્ટન તરીકે પસંદગી
સાઉથ આફ્રીકા વિરૂદ્ધ યોજાનારી 5 મેચોની ટી 20 સીરીઝ માટે ટીમ ઇન્ડીયાના કેપ્ટનની જાહેરાત થઇ ચૂકી છે. આ ટીમના કેપ્ટન કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યા છે. આ એકદમ આશ્વર્યજનક નિર્ણય છે કારણ કે શરૂઆતથી જ માનવામાં આવી રહ્યું હતું કે શિખર ધવન અથવા હાર્દિક પંડ્યાને આ સીરીઝમાં કેપ્ટન માટે સિલેક્ટ કરવામાં આવશે. પરંતુ એવું થયું નહી. એટલું જ નહી ધવનને આ ટીમમાં તક પણ આપવામાં આવી નથી.
ટીમની જાહેરાત થતાં પહેલાં એ વાત સ્પષ્ટ હતી કે આ સીરીઝમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપવામાં આવશે. ખાસકરીને આઇપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી હતી. આ સીરીઝમાં ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐય્યર જેવા સ્ટાર ખેલાડીઓની વાપસી થઇ છે. તો બીજી તરફ અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક બે નવા ખેલાડી છે. આ ઉપરાંત કુલદીપ યાદવ અને યુજવેંદ્ર ચહલની સ્પીન જોડીની પણ વાપસી થઇ છે.
સાઉથ આફ્રીકા સીરીઝ માટે ટીમ ઇન્ડીયા:
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશાન, દીપક હુડ્ડા, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐય્યર, યુજવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube