IPLના લીધે બે ખેલાડીઓની દુશ્મની દોસ્તીમાં બદલાઈ, અગાઉ એક બીજાને આપી હતી ગાળો!
નવી દિલ્લીઃ IPLના મેચ દરમિયાન લખનઉ સુપર જાયંટ્સના બે ખેલાડી ક્રુણાલ પંડ્યા અને દીપક હુડ્ડા એક બીજાને ભેટી પડ્યા હતા. અગાઉ આ બન્ને ખેલાડી સામ-સામે આવ્યા હતા. બન્ને ખેલાડીઓએ એક બીજાને અપશબ્જો પણ કહ્યા હતા, જોકે IPLમાં બન્ને ખેલાડીઓ પોતાની દુશ્મની ભૂલાવીને દોસ્ત બન્યા છે. IPLમાં અલગ અલગ દેશના ખેલાડીઓ એક જ ટીમમાં જોવા મળતા હોય છે.
ઘણી વખતે એક જ દેશના ખેલાડી પણ અલગ અલગ ટીમમાં આવતા સામ-સામે થતા હોય છે. એક જ ટીમમાં રમતા ખેલાડી વચ્ચે ઘણી વખતે મતભેદ જોવા મળતો હોય છે. જોકે એક સાથે મેચ રમતા મતભેદ ઓછો પણ થતો હોય છે.. આ જ પ્રકારનો એક કિસ્સો 28 માર્ચના રોજ રમાયેલી લખનઉ સુપર જાયંટ્સ અને ગુજરાત ટાઈટન્સમાં સામે આવ્યો. આ મેચ દરમિયાન બે ખેલાડી પોતાની દુશ્મનીને ભૂલીને એક બીજા સાથે ગળે લાગતા જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી બન્ને ખેલાડીઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો, ત્યારે હવે એક ટીમમાં સાથે રમતા બન્ને ગળે ભેટી પડ્યા. જે લખનઉ સુપર જાયંટ્સના ક્રુણાલ પંડ્યા અને દીપક હુડ્ડા વચ્ચેની વાત છે. બન્ને ખેલાડી અગાઉ એક બીજા સાથે ઝઘડો કરી ચૂક્યા છે, બન્ને ખેલાડીઓએ એક બીજાને અપશબ્દો પણ કહ્યા હતા, જોકે IPL 2022માં બન્ને વચ્ચેનો મતભેદ દૂર થયો છે.
એક વિકેટથી દુશ્મની દોસ્તીમાં બદલાઈ! ગુજરાત ટાઈટન્સની પ્રથમ ઈનિંગમાં સ્ટાર ખેલાડી શુભમન ગિલ ઝીરો રન પર આઉટ થયા હતા.દુષ્મંથા ચમીરના બોલ પર શુભમન ગિલે પ્વાઈંટની તરફ શોટ માર્યો હતો. પ્વાઈંટમાં ફિલ્ડીંગ માટે ઉભા રહેલા દીપક હુડ્ડાએ આ કેચ કર્યો હતો. દીપક હુડ્ડાએ કેચ કરતા, તેમની પાસે ઉભા રહેલા ક્રુણાલ પડ્યા તરત તેમને ભેટી પડ્યા હતા.. મેચ દરમિયાન બન્ને ભેડી પડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા.
ક્રુણાલ પંડ્યા અને દીપકા હુડ્ડા એક બીજા સાથે ગળે મળતા મેદાનમાં બેસી રહેલા ફેન્સ પણ ઝૂમી ઉઠ્યા હતા.. બન્ને ખેલાડીઓના ફેન્સ પણ આ દ્રશ્યોને જઈને ચકિત થયા હતા.. અગાઉની મેચમાં થયેલી માથાકૂટનો IPLમાં અંત આવ્યો છે... છેલ્લા ઘણા સમયથી જે કોઈ વ્યક્તિ ન કરી શક્યુ તે IPLમાં થયું છે.. IPLએ બે ખેલાડીઓ વચ્ચેની દુશ્મનીને દોસ્તીમાં બદલી છે.. ક્રુણાલ અને હુડ્ડાના જશ્નના મહોલના વીડિયો અને ફોટો IPLના ટ્વિટર પર શેર કરાયા છે...
IPLની નિલામી સમયે હતા નારાજ-
તમે જાણતા જ હશો કે, IPLમાં ક્રુણાલ પંડ્યાને લખનઉ સુપર જાયંટ્સે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.. નાના ભાઈ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની ટીમ ગુજરાત ટાઈટન્સ કુણાલ પંડ્યાને પણ ખરીદશે તેવી ફેન્સ આશા લગાવીને બેઠા હતા, જોકે આ થયું ન હતુ... ત્યારે ક્રુણાલ અને દીપક હુડ્ડાને લખનઉની ટીમે ખરીદ્યા હતા.. દીપક હુડ્ડાને લખનઉની ટીમે પોણા 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
એક બીજાને કહ્યા હતા અપશબ્દો-
વડોદરાની ટીમ માટે રમનારા દીપક હુડ્ડાએ વર્ષ 2021માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી હટવાનો નિર્ણય કર્યો હતો.. દીપક હુડ્ડાએ વડોદરા ટીમના કેપ્ટન ક્રુણાલ પંડ્યાને અપશબ્દ કહ્યાનો આરોપ લગાવ્યો હતો.. દીપક હુડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, ક્રુણાલ પંડ્યાએ તેમને કેરિયર ખત્મ કરવાની ધમકી પણ આપી હતી..