INDWvsENGW: ઇંગ્લેન્ડ સામે સતત ત્રીજી મેચ હારી ભારતીય મહિલા ખેલાડીઓ, ગુમાવી ટી20 સિરીઝ
ભારતીય મહિલા ટીમને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ (India vs England) ટી20 સિરીઝમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે
ગૌહાટી : ભારતીય મહિલા ટીમને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ (India vs England) ટી20 સિરીઝમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે 7 માર્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતને પાંચ વિકેટથી હરાવ્યું છે. આ ટી2 સિરીઝમાં એની સતત બીજી અને ભઆરતની વિરૂદ્ધ ત્રીજી જીત છે. મેહમાન ટીમે આ જીત સાથે જ ટી2 સિરીઝ ( INDWvsENGW)માં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે એને વન-ડે સિરીઝમાં 2-1થી હરાવી હતી. વન ડે સિરીઝની છેલ્લી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી.
ગૌહાટીમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું હતું. ભારતની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટ પર માત્ર 111 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી મિતાલી રાજ (Mithali Raj)એ સૌથી વધારે 20 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે આ સરળ લક્ષ્યને 19.1 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. ડેનિયલ વોટ (Danielle Wyatt)ની પસંદગી પ્લેયર ઓફ ધ મેચ તરીકે કરવામાં આવી હતી. તેણે 64 રનની નોટઆઉટ ઇનિંગ રમી છે. આ ટી20 સિરીઝની છેલ્લી અને અંતિમ મેચ 9 માર્ચે રમવામાં આવશે.
સ્કોરનો સામનો કરતા બીજી ઈનિંગમાં ઈગ્લેન્ડે 19.1 ઓવરમાં જ 144 રન બનાવી મેચ જીતી લીધી હતી. ઈગ્લેન્ડની ઓપનર ડેનિયલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 55 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં 6 સિક્સર લગાવી હતી. તેને પ્લે ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેના સિવાય લોરેન વિનફિલ્ડે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ વતી વોટ અને વિનફિલ્ટ સિવાય અન્ય કોઈ મહિલા ખેલાડી બે આંકડાના રન કરી શકી નહોતી. ભારત તરફથી એકતા બિસ્તે 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય દીપ્તિ શર્મા, રાધા યાદવ અને પૂનમ યાદવે ઇંગ્લેન્ડની એક - એક વિકેટ લીધી હતી.