દુબઈઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝને 0-2થી ગુમાવ્યા બાદ પણ ભારતીય ટીમ મંગળવારે જારી નવા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. ભારતીય ટીમના નામે 116 પોઈન્ટ છે, જે બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડથી 6 પોઈન્ટ વધુ છે. ઓસ્ટ્રેલિયા 108 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે પ્રથમવાર કોઈ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી તરફથી જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે સિરીઝની ચાર ઈનિંગમાં માત્ર 38 રન બનાવનાર કોહલી બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. તે સિરીઝ પહેલા પ્રથમ સ્થાને હતો પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ બીજા સ્થાને આવી ગયો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને આવી ગયો હતો. તે કોહલી કરતા 25 પોઈન્ટ આગળ છે. રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ટોમ બ્લંડેલ, તેના ભારતીય સમકક્ષ પૃથ્વી શો અને ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને સૌથી વધુ ફાયદો થયો છે. 


Women's T20 World Cup: સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર, ભારત સામે ઈંગ્લેન્ડ તો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ટક્કર    

જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ 4-4 સ્થાનોના સુધારની સાથે ક્રમશઃ 7માં અને 9માં સ્થાન પર આવી ગયા છે. બોલરોની યાદીમાં સૌથી વધુ ફાયદો જેમીસનને થયો છે જે 43 સ્થાનના સુધારની સાથે 80માં સ્થાને પહોંચી ગયો છે. તે ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં 35 સ્થાન ઉપર 22માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વિન પાંચમાં સ્થાને છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર