રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29 જૂનના રોજ બ્રિજટાઉનના કેન્સિન્ગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રીકાને 7 રનથી હરાવી દીધુ હતું. ભારતીય ટીમે બીજીવાર આ ખિતાબ જીત્યો. આ પહેલા 2007ની સીઝનમાં આ ખિતાબ જીત્યો હતો. ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે રોહિત શર્માના વનડે અને ટેસ્ટ કરિયર ઉપર પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે રોહિત શર્માએ શું કહ્યું તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માની 37 વર્ષથી વધુની ઉંમર થઈ ગઈ છે. આવામાં તેઓ હવે વધુ કેટલા વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે તે પણ મોટો સવાલ છે. રોહિત શર્મા હાલ વેસ્ટઈન્ડિઝમાં કપ જીત્યા બાદથી બ્રેક પર છે અને શ્રીલંકા સામે પણ ત્રણ વનડે મેચ રમશે નહીં. 


શું કહ્યું નિવૃત્તિ પર?
જો કે રોહિત શર્માએ સ્પષ્ટ  કરી દીધુ છે કે હાલ તેઓ નિવૃત્તિ લેવાના નથી અને ફેન્સ તેમને રમતા જોઈ શકશે. રવિવારે ડલ્લાસમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિતને નિવૃત્તિ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટને કહ્યું કે તેઓ એવા વ્યક્તિ નથી જે બહુ આગળનું વિચારતા હોય. પરંતુ હજુ પણ તેમનામાં ઘણું બધુ બાકી છે. રોહિતે કહ્યું કે, મેં હમણા જ કહ્યું. હું એટલી દૂરનું વિચારતો નથી. આથી નિશ્ચિત રીતે તમને મને થોડા સમય સુધી રમતા જોશો.


ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ
રોહિત શર્માએ ભારતને 2024નો ટી20 વર્લ્ડ કપ અપાવ્યા બાદ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. રોહિત શર્માની થોડીવાર પહેલા વિરાટ કોહલીએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. વિરાટ, રોહિત બાદ આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ સામેલ થઈ ગયો. 


આ અગાઉ બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું હતું કે હાલ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ સત્ર અને આગામી વર્ષ ફેબ્રુઆરી માર્ચમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત જ ભારતના કેપ્ટન હશે. રોહિત ટી20 વિશ્વ કપ 2022માં ભારતના કેપ્ટન હતા જેમાં ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું અને તેના એક વર્ષ બાદ 50 ઓવરના વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા ટી20 વિશ્વ કપ 2024માં ખિતાબી જીત મેળવી. 


2007માં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનારા રોહિતને અત્યાર સુધી આયોજિત દરેક ટી20 વર્લ્ડ કપમાં રમવાનું ગૌરવ મળ્યું. આવા તે એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. રોહિતે ટી20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં 257 રન કર્યા હતા જે ભારતીય ખેલાડીની રીતે સૌથી વધુ રહ્યા. 


રોહિત શર્માની ટી20 ઈન્ટરનેશનલ કરિયર
• 159 મેચ, 4231 રન, 32.05 એવરેજ
• 5 સદી, 32 અડધી સદી, 140.89 સ્ટ્રાઈક રેટ
• 383 ચોગ્ગા, 205 છગ્ગા


રોહિત શર્માની વનડે ઈન્ટરનેશનલ કરિયર
• 262 મેચ, 10709 રન, 49.12 એવરેજ
• 31 સદી, 55 અડધી સદી, 91.97 સ્ટ્રાઈક રેટ
• 994 ચોગ્ગા, 323 છગ્ગા


રોહિત શર્માની ટેસ્ટ કરિયર
 59 મેચ, 4137 રન, 45.46 એવરેજ
• 12 સદી, 17 અડધી સદી, 57.05 સ્ટ્રાઈક રેટ
• 452 ચોગ્ગા, 84 છગ્ગા