નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ખરાબ શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ મહત્વની મેચમાં પ્રથમ 10 ઓવરમાં 240 રનના લક્ષ્યનો પીછો કરતા 24 રન બનાવ્યા અને ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાનો આ સૌથી ખરાબ સ્કોર છે. ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ વિશ્વ કપ 2019મા કોઈપણ ટીમ દ્વારા પ્રથમ પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં ન માત્ર 4 વિકેટ ગુમાવી પરંતુ માત્ર 24 રન બનાવ્યા હતા. તેવામાં કહી શકીએ કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. 


ટીમ ઈન્ડિયાની આ ઈનિંગ પહેલા ન્યૂઝીલેન્ડના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયેલો હતો, જેણે આ મેચની પ્રથમ ઈનિંગમાં પ્રથમ 10 ઓવરમાં 27 રન બનાવ્યા હતા. ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડે માત્ર 1 વિકેટ ગુમાવી હતી અને ત્યારબાદ 239 રન બનાવ્યા હતા. 


વિશ્વ કપ 2019ના પાવરપ્લેમાં સૌથી ઓછા રન


24/4 ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માન્ચેસ્ટર


27/1 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર


28/1 ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બર્મિંઘમ


29/2 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર


30/2 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, માન્ચેસ્ટર


31/1 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ


ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 1 રન નબાવી આઉટ થઈ ગયો હતો. કેએલ રાહુલ પણ એક રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ દિનેશ કાર્તિક દસમી ઓવરના છેલ્લા બોલ પર 6 રન બનાવીને આઉટ થયો હતો.