ટીમ ઈન્ડિયાના આ સિનિયર ખેલાડીને T20 ટીમમાં ફરી જોવાનું સપનું ચકનાચૂર, BCCIના અધિકારીએ કરી પુષ્ટિ!
India Exit from T20 World Cup-2022: એડિલેટના ઓવલ મેદાન પર રમાયેલી સેમીફાઈનલ મેચમાં એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ફાઈટ જ આપી નહોતી. અમુક દિગ્ગજ ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા પર સવાલો ઉભા કર્યા છે.
Ravichandran Ashwin in Indian T20 Team: ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, એ દુ:ખ હજું કરોડો ભારતીયોના દિલમાં હજું કણાની જેમ ખૂંચી રહ્યું છે. ઈંગ્લેન્ડે એડિલેડમાં રમાયેલી આ મેચમાં ઈન્ડિયાને 10 વિકેટે હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તેની સાથે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે સ્વાભાવિક છે કે અમુક ખેલાડીઓ પર ચોક્કસપણે ગાજ પડશે અને તેમાં એક સિનિયર ઑફ-સ્પિનરનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં સેમિફાઇનલમાં હાર બાદ ભારતની બોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કોઈ બોલર સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડને ફાઈટ જ ના આપી શકી!
એડિલેટના ઓવલ મેદાન પર રમાયેલી સેમીફાઈનલ મેચમાં એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ફાઈટ જ આપી નહોતી. અમુક દિગ્ગજ ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા પર સવાલો ઉભા કર્યા છે. ખેલાડીઓની નિંદા કરવામાં આવી. મેચમાં પહેલાથી જ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ધુરંધર ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. હાર્દિકે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 16 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો. કેપ્ટન જોસ બટલરે 80 અને એલેક્સ હેલ્સ 86 રન બનાવીને અણનમ રહ્યા હતા.
બીસીસીઆઈ અધિકારીઓએ કરી પુષ્ટિ
ટીમ ઈન્ડિયામાં આગામી 24 મહિનામાં અનેક મોટા ફેરફાર થશે. એવામાં અમુક સીનિયર ખેલાડીઓને આ ફોર્મેટમાંથી બહાર કરવામાં આવશે, જેમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો પણ સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોના હવાલાથી પીટીઆઈએ આ રિપોર્ટ જણાવ્યો છે. રિપોર્ટના મતે, અશ્વિનને ટી20 ફોર્મેટમાં ભારત માટે પોતાના છેલ્લી મેચ રમી લીધી છે. આગામી ટી20 વર્લ્ડકપ હજું પણ બે વર્ષ દૂર છે. જો સૂત્રોના મતે મળતી માહિતી સાચી પડી તો હાર્દિક પાંડ્યાની આગેવાનીમાં નવી ટીમ તૈયાર થશે કારણ કે તે લાંબા સમય સુધી કેપ્ટન રહે તેવા પ્રબળ દાવેદાર છે.
હવે વનડે અને ટેસ્ટ પર ફોકસ
બીસીસીઆઈએ એક સૂત્રનું નામ જાહેર નહીં કરવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, બીસીસીઆઈ ક્યારેય કોઈ ક્રિકેટરને સંન્યાસ લેવાનું કહેતી નથી. આ એક વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ હા, 2023માં ટી20 મેચમાં સૌથી વધુ સીનિયર વનડે અને ટેસ્ટ મેચો પર ફોકસ કરશે. સીનિયર ટી20 મેચ રમતા ના પણ દેખાય.
આ પણ વીડિયો જુઓ:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube